દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ
નવીદિલ્હી, દિલ્હીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૭ રહી હતી.દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા વહેલી સવારે ૪.૦૫ કલાકે અનુભવાયા હતાં ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી જાેડાયેલ ગાઝિયાબાદમાં હોવાનું જણાવાય છે. હાલ ભૂકંપથી કોઇ જાનમાલની નુકસાનીના સમાચાર નથી.
જયારથી લોકડાઉન થયુ ત્યારથી લઇ અત્યાર સુધી દિલ્હીમાં ૧૦થી વધુ ભૂકંપના આંચકા આવી ચુકયા છે તેનું કેન્દ્ર પણ એનસીઆરની આસપાસ જ રહ્યું છે ગઇકાલે સવારે ઉત્તરાખંડમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કેટલાક સમય પહેલા વૈજ્ઞાનિકોએ હિમાચલમાં મોટા ભૂકંપની આશંકા વ્યકત કરી હતી અને કહ્યું હતું કે હિમાચલ પર્વત શૃંખલામાં સિલસિલેવાર ભૂકંપની સાથે મોટા ભૂકંપ કયારેક કયારેક આવી શકે છે તેની તીવ્રતા રિએકટર સ્કેલ પર આઠ કે તેનાથી વધુની હોઇ શકે છે.
વૈજ્ઞાનિકોને દાવો છે કે હિમાલયની આસપાસ ગાઢ વસ્તી વાળા દેશોમાં તેનાથી તબાહી મચી શકે છે અને પાટનગર દિલ્હીં પણ તેની લપેટમાં હશે દો કે આ ભૂકંપ કયારે આવશે તેનું અનુમાન હાલ લગાવી શકાય નહીં વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આગામી ૧૦૦ વર્ષમાં તેના આવવાની આશંકા છે.
કોલકતા ખાતે ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાનમાં પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સુપ્રિયા મિત્રા પણ આ શોધને યોગ્ય માની રહી છે મિત્રા અનુસાર પહેલા કેટલાક શોધ પણ આ તરફ ઇશારો કરી ચુકયા છે.જાે કે આવો ભૂષણ ભૂકંપ કયારે આવશે તેની બાબતમાં કોઇ અનુમાન લગાવવું હાલ શકય નથી તેમણે કહ્યું કે પહેલા થયેલ અભ્યાસમાં સેટેલાઇટ તસવીરોના આધાર પર આકલન કરવામાં આવ્યું હતું પરંતુ આ શોધમાં સૌથી પહેલા પ્રાગૈતિહાસિક ભૂકંપોના સમય અને આકારને ભૂવિજ્ઞાનના આધાર પર પરિભાષિત કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમા ંગત છ મહીનામાંઅનેક ભૂકંપનાઆચંકા આવ્યા છે જે હિમાચલ વિસ્તારમાં મોટા ભૂકંપની આશંકાને આઘાર આપે છે વૈજ્ઞાનિકોનું માનવામાં આવે તો આવા નાના ભૂકંપ મોટી તબાહીના સંકેત હોય છે.HS