દિલ્હી એમસીડીએ મહિલા કાઉન્સીલરના પતિની એનજીઓને જમીન વેચી: આપ
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્પોરેશનની ખૂબ જ કિંમતી જમીન તેના જ મહિલા કાઉન્સીલરના પતિને ખૂબ જ સસ્તા દરે વેચી દીધી છે. એવો આક્ષેપ કરવામાં આવી રહયો છે કે બજારમાંથી ખૂબ જ સસ્તા દરે વેચાતી આ જમીનના વેચાણ માટે તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે.
મહિલા કાઉન્સીલરે જે સ્વ સહાયક સંસ્થાને આ જમીન વેચવાનું નામ સૂચવ્યું હતું, તે તેના પતિનું હોવાનું કહેવાય છે. આપએ આ આરોપો પર કાર્યવાહીની માંગ કરી છે, જાે કે ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આપના કોર્પોરેશનના પ્રભારી દુર્ગશ પાઠકે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહાનગરપાલિકાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ જાણે છે કે તે દિલ્હી જેમ હંમેશ માટે સત્તામાંથી બેદખલ થવા જઇ રહી છે, તેથી જ કોર્પોરેશનની જમીન પચાવી પાડવાનું કામ ઉતાવળમાં થઇ રહ્યું છે. આમાં ભાજપના નેતાઓ તેમજ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની ભૂમિકા હોવાની આશંકા પણ તેમણે વ્યકત કરી હતી.
એમસીડી પ્રભારી દુર્ગશ પાઠકે જણાવ્યું હતું કે જમીનો ૯૯ વર્ષ કે તેથી વધુ સમય માટે લીઝ પર આપવામાં આવી રહી છે. આ સમય દરમિયાન તે જમીન તે એનજીઓની દેખરેખ હેઠળ રહેશે. આ રીતે એનજીઓ દ્વારા આ જમીનો કાયમ માટે ભાજપના નેતાઓના કબજામાં લેવામાં આવશે.
કેટલાક દસ્તાવેજાે રજૂ કરતાં દુર્ગશ પાઠકે જણાવ્યું હતું કે ઉત્તર એમસીડીએ અશોક વિહારના કેશવપુરમ ઝોનમાં એક એનજીઓને ઢાળવાળી જમીન આપી હતી. તે એનજીઓનું નામ છે ‘ પંચવટી સોશિયલ વેલ્ફેર સોસાયટી’ આ વોર્ડના કાઉન્સીલર મંજુ ખંડેલવાલ છે. તેમના પતિનું નામ રાજેન્દ્ર કુમાર છે જેઓ આ એનજીઓના વડા છે. તેમણે કહ્યું કે ભાજપ નૈતિક રીતે સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગઇ છે. આગામી ચૂંટણીમાં દિલ્હીવાસીઓ તેનો બદલો લેશે.
તમે જે પણ દિલ્હીવાસીઓની જમીનો વેચી રહયા છો, દિલ્હીવાસીઓની જમીનો પર અતિક્રમણ થઇ રહયું છે. દિલ્હીવાસીઓ આ બધી બાબતોનો બદલો આવનારી ચૂંટણીમાં લેશે.HS