દિલ્હી ઑક્સીજનની અછતથી બેહાલઃ એક સપ્તાહ માટે લૉકડાઉન લંબાવાયું

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રજાજાેગ સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે લૉકડાઉન લંબાવવા માટે ર્નિણય લેવામાં આવ્યો છે. કેજરીવાલે કહ્યું કે ૬ દિવસ સુધી પહેલા લૉકડાઉન કરવામાં હતું પરંતુ તેને હવે આગામી સોમવાર સવારે પાંચ વાગ્યા સુધી લંબાવી દેવામાં આવે છે, એટલે કે વધુ એક અઠવાડિયા માટે દિલ્હી લોક જ રહેશે.
નોંધનીય છે કે દિલ્હીમાં ઑક્સીજન સપ્લાયને લઈને ખૂબ મોટું સંકટ ઊભું થઈ ગયું છે. દિલ્હીમાં દર્દીઓ ઑક્સીજન વગર મરી રહ્યા છે ત્યારે કેજરીવાલ વારંવાર કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યોની મદદ માંગી રહ્યા છે. ત્યારે આજે તેમણે મોટી જાહેરાત કરતાં કહ્યું કે હવે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં દર બે કલાકે ઑક્સીજન સપ્લાયને લઈને માહિતી અપડેટ કરવામાં આવશે જેથી વધારે સારી રીતે મેનેજમેન્ટ કરી શકાય.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જાેવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે અને બીજી તરફ ઑક્સીજન માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તકરાર જાેવા મળી રહી છે.
અત્યારે કેજરીવાલ સરકારે ૬ દિવસ માટે લૉકડાઉન લગાવ્યું હતું જે સોમવારે સવારે સમાપ્ત થવાનો હતો પરંતુ તેને હવે આગામી સોમવાર ત્રીજી મે સુધી લંબાવી દેવામાં આવ્યો છે. દિલ્હી માટે ચિંતાની વાત છે કે કોરોના સંક્રમણનો દર ૩૬ ટકા પર પહોંચી ગયો છે.
યુનાઈટેડ રેસિડેન્ટ ઓફ દિલ્હીના જનરલ સેક્રેટરીએ કહ્યું કે અમે માંગ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું ૧૪ દિવસનું લૉકડાઉન કરવામાં આવે કારણ કે દિલ્હીમાં દરરોજ ૨૫ હજારથી ઉપર કેસ સામે આવી રહ્યા છે જાેકે સામે ટેસ્ટ તો ઓછા થઈ રહ્યા છે. ઑક્સીજનનું સંકટ જે હદે વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં ગતિવિધિઓને ખોલવીએ યોગ્ય નથી.
નોંધનીય છે કે દિલ્હીમાં ઑક્સીજનની જબરદસ્ત અછત જાેવા મળી રહી છે. સીએમ કેજરીવાલે પીએમ મોદી સાથેની મીટિંગમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીને પણ મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ ઑક્સીજન ન હોવાના કારણે દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે.