દિલ્હી કેપિટલ્સના ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ
નવીદિલ્હી: આઇપીએલ ૨૦૨૧ શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતી અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ ફેંચાઇજી સૂત્રોએ કહ્યું કે, અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેમને કોરોનાના પ્રોટોકૉલનું પાલન કરવું પડશે. દિલ્હી કેપિટલ્સને પોતાની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈમાં ૧૦ એપ્રિલે રમવાની છે. ટીમના બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે પહેલાથી જ સીઝનની બહાર છે.૨૭ વર્ષના અક્ષર પટેલે આઈપીએલ કરિયરમાં અત્યાર સુધીમાં ૯૭ મેચોમાં પોતાની સ્પિન બોલિંગથી ૮૦ વિકેટ ઝડપી છે અને ૯૧૩ રન પણ બનાવ્યા છે.
એ યાદ રહે કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ ગઇ છે.દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે સૌથી પ્રભાવિત રાજયોમાં મહારાષ્ટ્રમાં છે.મહારાષ્ટ્રના વાનખેડે સ્ટેડિયમમાં મેદાન પર કામ કરતા કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.આ ઉપરાંત અનેક ક્રિકેટરો સચિન તેંડુલકર,યુસુફ પઠાણ,નીતીશ રાણા વગેરેના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે આ ઉપરાંત ફિલ્મ હસ્તીઓ પણ કોરોનાની ચપેટમાં આવી છે અનેક રાજકીય નેતાઓ પણ કોરોના પોઝીટીવનો ભોગ બન્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં કોરોના પોઝીટીવ થતા એમ્સમાં સારવાર લઇ રહ્યાં છે.