દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ: આજની મેચ થઇ શકે છે રદ
નવી દિલ્હી, દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે IPL 2022માં આજે યોજાનારી મેચને લઈને આશંકાઓ વધી ગઈ છે. ખેલાડી મિશેલ માર્શ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે દિલ્હીનો ટિમ સીફર્ટ (Tim Seifert) પોઝિટિવ જોવા મળનાર બીજો ખેલાડી છે.
મળતી માહિતી પ્રમાણે આ સિવાય 4 સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બોર્ડ વતી તમામ ખેલાડીઓને રૂમની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે.
જો ખેલાડીઓમાં પોઝિટિવ કેસ વધુ વધશે તો આ મેચ પણ મુલતવી રાખવામાં આવી શકે છે. પ્રથમ દિલ્હી અને પંજાબની મેચ પૂણેમાં યોજાવાની હતી. પરંતુ કોવિડને કારણે તેને મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.