દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/dc-scaled.jpg)
મુંબઈ: સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે રમાયેલી મેચ નિર્ધારીત ઓવર્સમાં ટાઈ રહી હતી જેના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૪મી સિઝનની પ્રથમ સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં દિલ્હીએ વિજય નોંધાવ્યો હતો. સુપર ઓવરમાં હૈદરાબાદ પ્રથમ બેટિંગમાં આવ્યું હતું. હૈદરાબાદ માટે ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સનની જાેડી આવી હતી જ્યારે દિલ્હી માટે સ્પિનર અક્ષર પટેલે ઓવર કરી હતી. જેમાં હૈદરાબાદે સાત રન નોંધાવ્યા હતા.
દિલ્હીને જીતવા માટે આઠ રનની જરૂર હતી. દિલ્હી માટે રિશભ પંત અને શિખર ધવન બેટિંગમાં આવ્યા હતા. જ્યારે રાશિદ ખાને ઓવર કરી હતી. દિલ્હીએ સુપર ઓવરના અંતિમ બોલ પર વિજય નોંધાવ્યો હતો. અગાઉ ઓપનર પૃથ્વી શોની અડધી સદી તથા કેપ્ટન રિશભ પંત અને સ્ટિવ સ્મિથની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૫૯ રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ધબડકો થયો હતો પરંતુ કેન વિલિયમ્સ અંતિમ ઓવર સુધી અડિખમ રહ્યો હતો. જાેકે, તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો.
હૈદરાબાદે પણ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૯ રન નોંધાવ્યા હતા જેના કારણે મેચનું પરિણામ લાવવા માટે સુપર ઓવર રમાડવામાં આવી હતી. વિલિયમ્સને અણનમ ૬૬ રનની ઈનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરમાં હૈદરાબાદને જીતવા માટે ૧૬ રનની જરૂર હતી પરંતુ વિલિયમ્સન અને સુચિતની જાેડી ૧૫ રન જ નોંધાવી શકી હતી. ૧૬૦ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી.