દિલ્હી ખાદ્ય નિયામકે મેકડોનાલ્ડને નોટીસ ફટકારી
નવી દિલ્હી, અત્રેનાં એફ. એસ. એસ. એ. આઇ. નાં ખાદ્ય નિયામકે અપમાનજનક જાહેરાત કરવા માટે મેકડોનાલ્ડ ફાસ્ટફુડ ચેનનું સંચાલન કરતી હાર્ડ કેસ્ટલ અને કનોટ પુલાજા રેસ્ટોરન્ટ લી. ને કારણ દર્શક નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે મેડકોનાર્લ્ડ તેના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે ગત સપ્તાહે એક જાહેર ખબર પ્રસિધ્ધ કરી હતી. જેમાં ઘરમાં બનાવેલુ ભોજન અને તાજા શાકભાજીઓની મજાક ઉડાવવામાં આવી હતી. ફુલપેજની આ જાહેર ખબરમાં લખ્યુ હતું કે શુ તમારૂ ફરી ગયુ છે કે તમે દૂધી ખાવ છો? તેમે તમારી પસંદનાં કોમ્બોનો આનંદ ઉઠાવો. આ પ્રકારની ગેરજવાબદારી ભરી જાહેરાત બદલ કંપની સામે કેમ કોઇ કાર્યવાહી કરવી નહી ? તેવી કારણ દર્શક નોટીસ મેકલ્ડોનાલ્ડને ફટકારાઇ છે.