Western Times News

Gujarati News

દિલ્હી: જાહેર મેળાઓ અને પ્રદર્શનો યોજવાની પરવાનગી અપાઈ

નવી દિલ્હી, કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે સમગ્ર દેશમાં સાથે-સાથે રાજધાની દિલ્હીમાં પણ આર્થિક ગતિવિધિઓ પ્રતિબંધિત થઈ હતી. હવે દિલ્હી સરકાર તેમને ફરીથી તબક્કારીતે શરૂ કરી રહી છે. આ હેઠળ ગુરૂવારે સરકારે સાર્વજનિક મેળા અને પ્રદર્શનોના આયોજનની અનુમતિ આપી દીધી છે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બુધવારે જારી આદેશમાં કહ્યુ કે 16 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વ્યાપારિકથી લઈને અન્ય દરેક પ્રકારના પ્રદર્શનને અનુમતિ આપવામાં આવશે. છેલ્લા આદેશમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ માત્ર બિઝનેસ ટુ બિઝનેસ પ્રદર્શની લગાવવાની અનુમતિ આપી હતી, જેમાં માત્ર વ્યાપારિક અતિથિઓને આવવાની અનુમતિ હતી. હવે બિઝનેસ ટુ કન્ઝ્યૂમર પ્રદર્શનીની પણ અનુમતિ મળી ગઈ છે.

આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ પ્રદર્શનીઓનુ આયોજન બેન્કવેટ હોલમાં કરવામાં આવી શકશે. અત્યાર સુધી બેન્કવેટ હોલનો પ્રયોગ વિવાહ સમારોહને છોડીને કોઈ અન્ય આયોજન માટે કરવામાં આવવાની અનુમતિ નથી. ડીડીએમએ એ કહ્યુ કે પ્રદર્શનીઓ અને મેળાને ત્યારે અનુમતિ મળશે જ્યારે આના તમામ સ્ટેકહોલ્ડર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નિયત પ્રમાણભૂત કામગીરીનુ કડકાઈથી પાલન કરીશુ.

જોકે ધોરણ આઠમાં સુધી સ્કુલ હાલ બંધ જ રહેશે. વર્તમાનમાં નવમી અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કુલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ ઈન્સ્ટિટ્યુટ, સ્કિલ ડેવલપમેન્ટ અને તાલીમ સંસ્થા તેમજ લાઈબ્રેરી માત્ર 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખુલી રહ્યા છે.

મુસાફરોને દિલ્હી મેટ્રોમાં 100 ટકા સીટ ક્ષમતા સાથે મુસાફરી કરવાની મંજૂરી છે. સ્થાયી સવારીની મંજૂરી નથી. જ્યારે, તમામ પ્રકારની બસો 100 ટકા સીટ ક્ષમતા સાથે મુસાફરીને પણ મંજૂરી છે. જાહેર પરિવહન જેમ કે ઈ-રિક્ષા (2 મુસાફરો), ટેક્સી કેબ્સ ગ્રામ્ય સેવા અને ફાટ ફાટ સેવા (2 મુસાફરો) મુસાફરો), મેક્સી કેબ્સ (5 પેસેન્જર્સ), આરટીવી (11 પેસેન્જર્સ) પણ ચાલી રહ્યા છે. આ સિવાય હાલમાં દિલ્હીમાં રેસ્ટોરાં, બાર, સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ છે. અને મલ્ટિપ્લેક્સ 50 ટકા સીટ ક્ષમતા સાથે ખુલી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.