Western Times News

Gujarati News

દિલ્હી તોફાનોના કાવતરાથી જાેડાયેલ ૨૦ હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ

નવીદિલ્હી, દિલ્હી તોફાનોના કાવતરાથી જાેડાયેલ ૧૭,૫૦૦ પાનાથી વધુની ચાર્જશીટ દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશલ સેલ દિલ્હી તોફાનોના કાવતરાથી ચાર્જશીટ લઇ કોર્ટ પહોંચી કુલ ૧૫ આરોપીઓની વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરી હજુ ઉમર ખાલિદ અને શારજીલ ઇમાનની વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ થઇ રહી નથી તેનું નામ સપ્લીમેંટ્રી ચાર્જશીટમાં આવશે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ લગભગ ૧૭,૫૦૦ પાનાથી વધુ પેજની છે.

પોલીસની સ્પેશલ સેલ પોતાના કચેરીથી ચાર્જશીટથી ભરેલ થેલા લઇ બે ગાડીઓમાં નિકળી હતી. સાથીમાં ડીસીપી કુશવાહા પણ હાજર હતાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ૧૫ આરોરીઓમાં એક આરોપી સફુરા જરગર બેલ પર છે ચાર્જશીટમાં ૭૪૫ સાક્ષી છે. ચટાર્જશીટમાં પુરાવા તરીકે ટેકનીક પુરાવા સીડીઆર અને વોટ્‌સએપ છે જાે કે યુએપીએ લગાવવા માટે સરકારથી મંજુરી મળી ગઇ છે પોલીસે એ પણ કહ્યું કે અમે જે પણ સેકશન લગાવી પુરાવાના આધાર પર લગાવ્યા છે જે રિકવરી થઇ છે તેના પણ પુરાવા તરીકે લઇ રહ્યાં છીએ હાલ હજુ તપાસ જારી છે બાદમાં સપ્લિમેટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

એ યાદ રહે કે દિલ્હી તોફાન મામલામાં ધરપકડ કરાયેલ જેએનયુના પૂર્વ છાત્ર ઉમર ખાલિદને સોમવારે દિલ્હી કોર્ટે ૧૦ દિવસની પોલીસ હિરાસતમાં મોકલી આપ્યો હતો ઉમરની દિલ્હીની સ્પેશલ સેલે ગત રવિવારે ધરપકડ કરી હતી ઉમર ખાલિદનું નામ દિલ્હી તોફાનની લગભગ દરેક ચાર્જશીટમાં છે.

દિલ્હી પોલીસે ટ્રંપના આવવાના પહેલા તેમના ભાષણ અને દિલ્હીમાં આરોપીઓની સાથે થયેલ વાતચીતને કોલ રેકોર્ડ આરોપીઓની સાથે બેઠક અને આરોપીઓના નિવેદનોમાં તેને કાવતરાકર્તા બતાવતા ધરપકડ કરી હતી.દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે જાફરાબાદમાં થયેલ હિંલાના મામલામાં એફઆઇઆરમાં દેવાંગના કલિતા,નતાશા નરવાલ ગુલફિશા ફાતિમાની વિરૂધ્ધ સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી છે ચાર્જશીટમાં આ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં. દિલ્હીમાં તોફાનો ફાટી નિકળ્યા હતાં જેને કારણે અનેક દિવસો સુધી અશાંતિ છવાયેલી રહી હતી એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે આ તોફાનો સુનિયોજીત રીતે કરવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.