દિલ્હી તોફાન: પિંજરા તોડ સમૂહની સભ્ય દેવાંગના કલીતાને જામીન
નવીદિલ્હી, ઉત્તર પૂર્વી દિલ્હી તોફાન મામલામાં દિલ્હી હાઇકોર્ટે પિંજરા તોડ સમૂહની સભ્ય દેવાંગના કલીતાને આજે જામીન આપ્યા છે દેવાંગના પર પોલીસે જફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે લોકોને સીએએની વિરધમાં તોફાનો માટે ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો. અદાલતે કહ્યું કે દેવાંગનાના જે ભાષણની વાત થઇ રહી છે તેમાં કાંઇ પણ ઉશ્કેરણીજનક નથી
અદાલતે તેમને ૨૫૦૦૦ના ખાનગી મુચરકા પર મુકત કર્યા છે આ સાથે દેવાંગનાને દેશ ન છોડવાનો આદેશ આપ્યો છે કે જાે કે તેમના પર સ્પેશલ સેલનો પણ એક કેસ છે જેને કારણે તેમની મુક્તિ હાલ થઇ શકશે નહીં.
હાઇકોર્ટે ગત સુનાવણી દરમિયાન ઉત્તર પૂર્વી દિલ્હી તોફાનોના મામલામાં પોલીસને કહ્યું કે તે કહેવાતી રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપમાં ધરપકડ પિંજરા તોડ સમૂહના સભ્ય દેવાંગના કલીતાના લોકોને ઉશ્કેરતા વીડિયો રજુ કરે જાે કે પોલીસે કહ્યું કે તોફાનો દરમિયાન લોકોને ઉશ્કેરનાર વીડિયો નથી પરંતુ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ થયેલ તોફાનો પહેલા આવા વીડિયો છે જેમાં તે ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યાં છે.
પોલીસે કહ્યું કે તેમની પાસે ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીની પણ વીડિયો છે જયારે નાગરિકતા સંશોધન કાનુન સીએએની વિરૂધ્ધ જાફરાબાદ મેટ્રો સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો પ્રદર્શનકારી રહ્યાં હતાં પોલીસે આરોપ લગાવ્યો કે કલીતાએ લોકોને સીએએની વિરોધમાં ઉશ્કેર્યા હતાં. તેના પર ન્યાયમૂર્તિએ કહ્યું કે મને તે ભાષણમાં કોઇ અશં જાેવા મળ્યા જે મીડિયા કે કોઇ અન્યએ રેકોર્ડ કર્યા હોય જેમાં કલીત ભીડને અપરાધ કરવા માટે ઉશ્કેરી રહી હોય કોર્ટે કહ્યું કે તે દરમિયાન આ રીતે મીડિયાની હાજરી હતી અને તે રેકોર્ડિગ પણ કરી રહ્યાં હતાં કોર્ટ ઇચ્છે છે કે કલીતાએ શું કહ્યું જેનાથી ભીડ ભડકી. જયારે પોલીસ તરફથી આંતરિક સોલિસીટર જનરલ એ વી રાજુએ કહ્યું કે ૨૫ ફેબ્રુઆરીની ઘટનાના સમયે કોઇ માડિયા ન હતું અને સાક્ષીના નિવેદન ભીડને ઉશ્કેરવામાં દેવાંગનાની ભૂમિકાને દર્શાવે છે. ત્યારબાદ પીઠે જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યોહતો જેના પર આજે નિર્ણય આવ્યો.HS