દિલ્હી: ત્રણ દર્દીઓના મોત મામલે કાર્ડિયોલોજિસ્ટને કરાયા સસ્પેન્ડ
નવી દિલ્હી, દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ત્રણ દર્દીઓના મોત બાદ કાર્ડિયોલોજિસ્ટ પર લોકોનો આક્રોશ ઠલવાઇ રહ્યો છે. દિલ્હી સરકારની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરતા કાર્ડિયોલોજીના સહયોગી પ્રોફેસરને આ મહિનાની શરૂઆતમાં હાર્ટ બ્લોકેજથી પીડાતા ત્રણ દર્દીઓના મૃત્યુ બાદ દિલ્હી સચિવાલયના આદેશ પર સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
સરકારના આરોગ્ય અને પરિવાર વિભાગના આદેશ અનુસાર, યોગ્ય સત્તાધિકારીની ભલામણો પર, હાલમાં રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના ધોરણે કાર્યરત ડૉ. પ્રવીણ સિંહ, એસોસિયેટ પ્રોફેસરની સેવાઓ તાત્કાલિક સમાપ્ત કરવાનો આદેશ આપ્યો’ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, આ મામલાની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવે તે પહેલા ૧૦ માર્ચે ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ડૉક્ટરને કેમ કાઢી મૂકવામાં આવ્યા તે અંગે હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સંજય અગ્રવાલે કહ્યું કે, આ આદેશ હૉસ્પિટલથી નહીં પણ દિલ્હી સચિવાલય તરફથી આવ્યો છે. માત્ર સચિવાલય જ કારણો આપી શકે છે. ચાર સભ્યોની સમિતિ સોમવારે બીજી વખત મળી હતી અને તેનો અહેવાલ સરકારને સોંપવાનો બાકી છે. સમિતિ હજુ પણ “તબીબી બેદરકારી”ના આરોપોની તપાસ કરી રહી છે.
એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી, ડોકટરો આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ સમિતિમાં જી.બી. પંત હોસ્પિટલના કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીના પ્રોફેસર ડૉ. એમ. એ. ગિલાની; ડૉ. રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રણજિત કુમાર નાથ; જી.બી. પંત હૉસ્પિટલમાં કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. ગિરીશ એમપી; અને ડૉ. અંકિત બંસલ, જીબી પંત હોસ્પિટલના કાર્ડિયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર.SSS