Western Times News

Gujarati News

દિલ્હી દુષ્કર્મનો વિરોધ કર્યો તો માસી માસાએ નિર્મમ રીતે યુવતીની હત્યા કરી

Murder in Bus

Files Photo

નવીદિલ્હી, દિલ્હીના તાહિરપુર ખાતે લેપ્રોસી કોલોનીમાં બેડની અંદર કિશોરીની લાશ મળવાની ગુત્થીને નંદનગરી પોલીસ સ્ટેશને ઉકેલી લીધી છે પોલીસે આ સંબંધમાં કિશોરીના માસા અને માસીની ધરપકડ કરી છે તેમની ઓળખ બિહાર નિવાસી પોદ્દાર ઉવ ૫૧ અને સવિતા ઉવ ૪૫ના રૂપમાં કરી છે.વકીલ પોતાની સાળીની ૧૭ વર્ષીય યુવતીની સાથે સંબંધ બનાવવા ઇચ્છતો હતો.વિરોધ કરવા પર તેણે પત્નીની સાથે મળી કિશોરીને લોખંડના રોડથી વાર કરી હત્યા કરી દીધા બાદમાં શબને લપેટી બેડમાં નાખી દીધુ બંન્ને શબને ઠેકાણે પાડી શકયા નહીં દુર્ગર્ધ આવવા પર પડોશીઓએ પોલીસને માહિતી આપી અને તેમના ભેદનો ઉકેલ આવ્યો પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ રોડ પણ કબજે કર્યું નંદનગરી પોલીસ સ્ટેશન મામલાની તપાસ કરી રહી છે.

જીલ્લા પોલીસ ઉપાયુકત વેદ પ્રકાશ સૂર્યાએ કહ્યું કે ૨૫ ઓકટોબરે એક મકાનથી દુર્ગધ આવવાના મામલાની માહિતી પોલીસને આપી હતી. સવિતાએ કહ્યું હતું કે તેની બેનની પુત્રીનું શબ છે વિધવા બેન પટણા બિહારમાં રહે છે તેની પુત્રી દિલ્હીમાં રહી અભ્યાસ કરી રહી હતી કિશોરીએ તાજેતરમાં ૧૨માં ધોરણની પરીક્ષા પાસકરી હતી ઘટના બાદથી સવિતાનો પતિ ફરાર હતો. સવિતાએ કહ્યું કે ૨૩ ઓકટોબરે તે ભૂખ માંગવા માટે ઘરેથી નિકળી હતી સાંજે પાછી ફરી તો તેની ભત્રીજી ધરે ન હતાં પતિને પુછયુ તો તેણે કહ્યું કે તે ગાઝિયાબાદના અનાથ આશ્રમમાં ચાલી ગઇ છે.

ત્યારબાદ બીજા દિવસે આવી તે ધરમાં તાળુ લાગેલ હતું તે સંબંધીને ત્યાં સુઇ ગઇ આગામી દિવસે આવેલ દુર્ગધ આવવા પર તેને પણ ભત્રીજીની હત્યાની માહિતી મળી પોલીસને સવિતા પર કેટલીક શંકા થઇ સવિતાને હિરાસતમાં લઇ તેની પુછપરછ કરવામાં આવી બાદમાં શનિવારે વકીલનેે બિહારના મધેપુરા ખાતે બસ સ્ટેન્ડથી પકડી લેવામાં આવ્યો આ દરમિયાન તેણે પત્ની સાથે મળી યુવતીની હત્યાની વાત કબુલ કરી લીધી હતી તેણે યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહીં આ વાતને લઇ પત્ની વચ્ચે ઝઘડો થયો અને કિશીરી પર તે નજર બગાડતો રહ્યો અને ખુદ સવિતાએ કિશોની હત્યા કરવાની વાત કરી અને તેની રોડથી હત્યા કરી દીધી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.