દિલ્હી-નોઈડામાંથી ૩૭ કિલો હેરોઈન ઝડપાયું, ૮ લોકોની ધરપકડ
નવીદિલ્હી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ બે સપ્તાહ પહેલા ગુજરાતના મુન્દ્રા બંદર પરથી આશરે ૩,૦૦૦ કિલો હેરોઇન જપ્ત કરી હતી. હવે ડીઆરઆઇએ દિલ્હી નોઈડામાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ ૩૭ કિલો કોકેઈન સહિત અનેક માદક દ્રવ્યો જપ્ત કર્યા છે અને આ સંબંધમાં અફઘાન અને ઉઝબેકિસ્તાનના નાગરિકો સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત કેસમાં ધરપકડ કરાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુદ્રા પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનરમાં બિન પ્રોસેસ્ડ ટેલ્કમ પાવડર ધરાવતી જમ્બો બેગમાં હેરોઈન છૂપાવવામાં આવી હતી, પીઆઈબી દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રકાશનમાં જણાવાયું છે કે, ડ્રગ્સ બેગના નીચેના સ્તરોમાં મૂકવામાં આવી હતી અને પછી તેને છૂપાવવા માટે ટેલ્કમ પાવડર પથ્થરો ટોચ પર મૂકવામાં આવ્યા હતા. તપાસ બાદ ડ્રગ્સ ટેલ્કમ પાવડરથી અલગ કરવામાં આવતું હતું.
એજન્સીએ નવી દિલ્હી, નોઈડા (ઉત્તર પ્રદેશ), ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં રેડ કરી છે. તેના કારણે દિલ્હીના ગોડાઉનમાંથી ૧૬.૧ કિલો હેરોઈન, ૧૦.૨ કિલો કોકેઈન પાવડર અને નોઈડાના રહેણાંક વિસ્તારમાંથી ૧૧ કિલો હેરોઈન મળી આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર અફઘાન નાગરિકો, એક ઉઝબેક નાગરિક અને ત્રણ ભારતીય નાગરિકો સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભારતીય નાગરિક ધરાવે છે.
અદાણી ગૃપ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ અગાઉ ૧૩ સપ્ટેમ્બરના રોજ આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવાની મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી હતી. આ મામલે એજન્સી તરફથી આંધ્રપ્રદેશના એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. જેમણે કન્ટેનરની આયાત કરી હતી. આ વચ્ચે અદાણી જૂથે કહ્યું છે કે, પોલીસ અને કન્ટેનરની તપાસ કરવાની જવાબદારી તેમની નથી.HS