દિલ્હી પર એલજીનું શાસન, મંજૂરી વીના કાર્યકારી પગલાં ન લઈ શકાય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/Sansad.jpg)
કેન્દ્રનું જીએનટીસીડી એક્ટ અંગેનું નોટિફિકેશન જાહેર-આ બિલ ૨૨ માર્ચના રોજ લોકસભામાં પાસ થયું હતું અને ૨૪ માર્ચના રોજ રાજ્યસભામાં પસાર કરાયું હતું
નવી દિલ્હી, હવે દિલ્હીમાં સરકારનો મતલબ ઉપરાજ્યપાલ થશે. હકીકતે, દિલ્હીમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) કાયદો ૨૦૨૧ એટલે કે જીએનટીસીડી એક્ટને મંજૂરી અપાયા બાદ તે અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીની સરકાર (સંશોધન) અધિનિયમ, ૨૦૨૧, ૨૭મી એપ્રિલથી નોટિફાઈડ કરવામાં આવે છે.’ તેનો અર્થ સ્પષ્ટ છે કે, હવે ઉપરાજ્યપાલ (એલજી)ની મંજૂરી વગર કોઈ કાર્યકારી પગલું નહીં ભરી શકાય.
આ નોટિફિકેશન પ્રમાણે દિલ્હી વિધાનસભામાં પારિત વિધાનના પરિપ્રેક્ષ્યમાં સરકારનો આશય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના ઉપરાજ્યપાલથી હશે. આ સાથે જ દિલ્હી સરકારે કોઈ પણ કાર્યકારી પગલું ભરતા પહેલા ઉપરાજ્યપાલની સલાહ લેવી પડશે.
આ બિલ ૨૨ માર્ચના રોજ લોકસભામાં પાસ થયું હતું અને ૨૪ માર્ચના રોજ તેને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું જ્યાં તે પાસ થઈ ગયું હતું. બિલમાં એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે કે, ઉપરાજ્યપાલને આવશ્યક રીતે બંધારણીય કલમ ૨૩૯(ક)ના ખંડ ૪ને આધીન સોંપવામાં આવેલી શક્તિનો ઉપયોગ કરવાનો અવસર કેસમાં પસંદગી પામેલા પ્રવર્ગમાં આપી શકાય.