દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ૬ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી
નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિય સેલે ૬ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.આઇએસઆઇના ઈસારે બ્લાસ્ટ કરવાનાં કાવતરાને નિષ્ફળ બનાવી દીધું છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં પ્રયાગરાજના જાશીન અને ઓસામા છે.
આ બન્ને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. ત્યારે મુંબઈ અંડરવર્લ્ડ સાથે જાેડાયેલા અને ધરપકડ કરાયેલા સમીર કાલિયાનું કનેક્શન પ્રતાપગઢના ઈમ્તિયાજ ઉર્ફે કલ્લૂ સાથે છે. કલ્લૂ સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે. લખનૌથી ધરપકડ કરાયેલા આમિર કુર્સી રોડ પર બનેલા સેલ્ટર હાઉસમાં કામ કરે છે અને ખજૂર વેચે છે. પ્રયાગરાજથી પકડાયેલ જીશાન અને ફરાર હુમૈદ ખજૂર સપ્લાય કરે છે. જીશાન જ આમિરને ખજૂર સપ્લાય કરતો હતો.
જીશાન અંગે કહેવામાં આવી રહ્યું છે કે થોડાક સમય પહેલા સુધી તે સાઉદીમાં નોકરી કરતો હતો અને લોકડાઉનના ચાલતા પાછો આવ્યો. પ્રયાગરાજમાં જીશાને ખજૂર સપ્લાયનો બિઝનેસ શરુ કર્યો. રાયબરેલીથી પકડાયેલા લાલા ભાઈ ઉર્ફે સાજૂ ઉર્ફે મૂલચંદ, ઉંચાહારના ગામ અકુડિયાનો રહેવાસી છે. ઉંચાહાર, અકુડિયાના જમલ ખત્રી સાથે પુછપરછ થઈ. જમીલ ખત્રીનું પણ અંડરવર્લ્ડ કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીથી ઝડપાયેલા ઓસામાના કાકા પ્રયાગરાજમાં હુમેદ છે. જે હાલમાં ફરાર છે.
નવી દિલ્હીથી પકડાયેલ અબૂ બકર પણ યૂપીના બહરાઈચના જરવલનો રહેવાસી છે. પ્રયાગરાજથી ફરાર હુમૈદના પિતા જામિયા નગર મદરેસામાં ભણાવે છે. આ મામલાથી એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે મુંબઈ અંડરવર્લ્ડને બદનામ અને નવી દિલ્હીના રસ્તે આતંકવાદ સાથે જાેડાનારા યુવાનો યુપીથી મળ્યા છે.
મંગળવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને યૂપી એટીએસના સંયુક્ત ઓપરેશમાં પકડાયેલા આતંકિઓના નિશાના પર તહેવાર સીઝનમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર સહિત ૬ પ્રદેશોના ૧૫ શહેર હતા. આ શહેરોમાં રેકી કરી ત્યાં મોટા પાયા પર સીરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરુ ઘડી રહ્યા હતા. આ માટે મોડ્યૂલ ઉપરાંત અલગ અલગ શંકાસ્પદ અને નેટવર્ક સાથે જાેડાયેલા લોકોના ભાગે અલગ અલગ કામ સોંપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેમની પાસેથી મળેલા દસ્તાવેજાેથી ખબર પડે છે કે તેઓએ પાકિસ્તાની ગુપ્તચરે એજન્સી ૈંજીૈં પાસે ટ્રનિંગ લીધી છે. તેમજ પુછપરછમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ સામે આવ્યું છે. હકિકતમાં દેશમાં હથિયાર, રુપિયા અને વિસ્ફોટક આતંકીઓ સુધી પહોંચાડવામાં દાઉદનો ભાઈ અનીસ તેમની મદદ કરી રહ્યો હતો.HS