દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ ૫ સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા
નવી દિલ્હી: દેશની રાજધાનીના શકરપુરમાં એન્કાઉન્ટ બાદ પાંચ લોકોને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં બે પંજાબ અને ત્રણ કાશ્મીરના છે. ડીસીપી સ્પેશલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે દિલ્હી સ્થિત શકરપુરમાં પાંચ લોકો એક એન્કાઉન્ટરમાં પકડાઈ ગયા. મળતી માહિતી મુજબ પાંચમાંથી ત્રણ કાશ્મીર અને બે પંજાબના છે.
કુશવાહાએ જણાવ્યું કે તેમની પાસેથી હથિયાર અને અન્ય ગંભીર સામગ્રી જપ્ત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ ગ્રુપમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ દ્વારા ડ્રગ્સના કારોબાર માટે સપોર્ટ મળેલો હતો. પોલીસે જણાવ્યું કે આ પાંચેય કોઈ આતંકી સંગઠન સાથે જાેડાયેલા હતા,
તેની પુષ્ટિ થવાની હજુ બાકી છે. મળતી જાણકારી મુજબ, કાશ્મીરના ત્રણ સંદિગ્ધોની ઓળખ શબીર અહમદ, મોહમ્મદ અયૂબ પઠાણ અને રીયાજ તરીકે થઈ છે. બીજી તરફ પંજાબના ગુરજીત સિંહ અને સુખદીપ સિંહને પોલીસે પકડ્યા છે. એક તરફ ખેડુત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ખેડુતો મોટી સંખ્યામાં દિલ્હીમાં જમા થયા છે.