દિલ્હી પોલીસે ડચ નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરી
નવીદિલ્હી: ૨૬ જાન્યુઆરીએ કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન લાલ કિલા પર થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે બે વધુ આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે તેણે લાલ કિલા હિંસા મામલામાં એક ડચ નાગરિક અને દિલ્હીના રહેવાસી વ્યક્તિની ધરપકડ કરી છે જે ફેક ળખ પત્ર અને નકલી દસ્તાવેજાેના સહારે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતાં જયારે એક અન્ય આરોપી ૨૧ વર્ષીય ખેમપ્રીમ સિંહને દિલ્હીના ખ્યાલાથી પકડવામાં આવ્યો છે.
પોલીસ કમિશ્નર મોનિકા ભારદ્વાજે કહ્યું કે ગુપ્ત માહિતીના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે અને બંન્ને આરોપીઓની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે આરોપી મનિંદરજીતને ગઇકાલે જ અદાલતમાં રજુ કરવામાં આવ્યો અને ચાર દિવસની રિમાંડ પર પોલીસ હિરાસતમાં મોકલી આપ્યો જયારે ખેમપ્રીતને અદાલતમાં રજુ કરવાનો બાકી છે એ યાદ રહે કે મનિંદરજીતની વિરૂધ્ધ પોલીસે લુકઆઉટ નોટીસ જારી કરી રાખી હતીં અને તે લાલ કિસા પર ભાલાની સાથે જાેવા મળ્યો હતો.
ડીસીપીએ કહ્યું કે મનિંદરજીત સિંહની વિરૂધ્ધ પુરાવા વીડિયો ફુટેજના રૂપમાં છે જેમાં તે ભાલો ચલાવનારા તોફાનીઓના સમૂહમાં જાેવા મળી રહ્યો છે મનિંદરજીત હાથમાં ભાલો લઇ તોફામાં સક્રિય રીતે સામેલ હતો બીજી અન્ય વીડિયોમાં આરોપી ખેમપ્રીતને કિલાની અંદર પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા પકડવામાં આવ્યો છે. ભારદ્વાજે કહ્યું કે મનિદંરજીતનો પરિવાર પંજાબના ગુરૂદાસપુરનો છે પરંતુ તેના પિતા એક ડચ નાગરિક છે.તેમણે કહ્યું કે મનિંદરજીતનો પરિવાર બ્રિટેનના બર્મિધમમાં વસી ગયો છે
જયાં મનિંદરજીત એક નિર્માણ ક્ષેત્રમાં એક મજદુર તરીકે કામ કરે છે અધિકારીએ કહ્યું કે મનિંદરજીત કહેવાતી રીતે બે અન્ય અપરાધિક મામલામાં સામેલ રહ્યો છે અને ધરપકડના ભયે તે નેપાળ અને ત્યાંથી બ્રિટેન જવાની યોજના બનાવી રહ્યો હતો. જયારે ખેમપ્રીત સિંહ પોતાના પરિવારની સાથે સ્વરૂપ નગરમાં રહે ે. ડીસીપીએ કહ્યું કે તેના એક સંબંધીની પહેલા જ હિંસાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. એ યાદ રહે કે પરેડ દરમિયાન થયેલ હિંસામાં અનેક પોલીસ કર્મચારી ધાયલ થયા હતા