દિલ્હી પોલીસે પાકિસ્તાની આતંકીની હથિયારો સાથે ધરપકડ કરી
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક એકે-૪૭ ગન અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રાજધાનીના લક્ષ્મીનગર વિસ્તારથી પાકિસ્તાની આતંકીને પકડ્યો છે.
અત્રે જણાવવાનું કે ધરપકડ કરાયેલા પાકિસ્તાની આતંકવાદીનું નામ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી છે. આતંકી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે. અશરફ ભારતમાં અલી અહેમદ નૂરી નામથી દિલ્હીના શાસ્ત્રીનગરમાં છૂપાયેલો હતો. પોલીસે આતંકી પાસેથી એકે-૪૭ અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. આતંકીએ ખોટા દસ્તાવેજાેની મદદથી ભારતનું નકલી ઓળખપત્ર પણ બનાવી લીધુ હતું.
અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે આતંકી અશરફ ઉર્ફે અલીને,એક્સપ્લોઝિવ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કર્યો છે.HS