Western Times News

Gujarati News

દિલ્હી પોલીસે બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓની જમ્મુથી ધરપકડ કરી

નવીદિલ્હી: ગત ૨૬ જાન્યુઆરીએ કિસાન દ્વારા આયોજિત ટ્રેકટર રેલી દરમિયાન લાલ કિલામાં થયેલ હિંસા મામલામાં દિલ્હી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે દિલ્હી પોલીસની સ્પેશલ સેલે આ મામલામાં બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓને જમ્મુથી ધરપકડ કરી છે દિલ્હી પોલીસ અનુસાર આ બંન્ને આરોપી મોહિંદર સિંહ ખાલસા અને મનદીપ સિંહ જમ્મુના રહેવાસી છે અને તેમણે ૨૬ જાન્યુઆરીએ લાલ કિલામાં થયેલ હિંસામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

દલ્હી પોલીસની સ્પેશલ સેલે જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે હાલ દિલ્હી પોલીસ બંન્ને આરોપીઓને દિલ્હી લાવી ચુકી છે અને હવે તેમને કોર્ટમાં હાજર કરી રિમાંડ લેવામાં આવશે કહેવાય છે કે આ બંન્ને આરોપીઓમાંથી એક મોહિંદર સિંહ યુનાઇડેટ કાશ્મીર ફ્રંટનો અધ્યક્ષ છે.

આ પહેલા ગત સોમવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે હિંસા દરમિયાન લાલ કિલાના ગુંબદ પર ચઢનારા વ્યક્તિ જસપ્રીત સિંહની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જસપ્રીત સ્વરૂપ નગરમાં પરિવારની સાથે રહે છે આ પહેલા પોલીસે આ હિંસાના મામલામાં મનિંદર સિંહની ધરપકડ કરી હતી અનેક વીડિયો ફુટેજમાં મનિંદર બંન્ને હાથોમાં તસવારથી કરતબ બતાવતો હતો અને લાલ કિલાના ગુંબદ ચઢતો બતાવવામાં આવી રહ્યો હતો

પુછપરછમાં મનિંદરે કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી માર્ચમાં ભાગ લેવા માટે સ્વરૂપનગરથી તે પોતાના મિત્રોની સાથે સામેલ થયો હતો બે બાઇક પર કુલ છ લોકો આ પરેડમાં સામેલ થયા હતાં. આજ છમાંથી એક મનિંદર અને બીજાે જસપ્રીત હતો ફુટેજમાં ગુબદ પર મનિંદર તલવાર લઇને ઉભો છે જેની બાજુમાં જસપ્રીત પણ આક્રમક મુદ્રામાં જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.