દિલ્હી પોલ્યુશનઃ બાંધકામો પર રોક, માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગોને જ પરવાનગી

નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં ખતરનાક પ્રદુષણના પગલે હવે દિલ્હી સરકારે સંખ્યાબંધ નિર્ણયોની જાહેરાત કરી છે.
જે પ્રમાણે 21 નવેમ્બર સુધી દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.સરકારી વિભાગોમાં 100 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો નિયમ લાગુ કરાયો છે.
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ હતુ કે, સ્કૂલ કોલેજ આગામી આદેશ સુધી બંધ રહેશે.દિલ્હીમાં જરુરી સેવાઓ પૂરી પાડતા સામાનને બાદ કરતા બીજી ટ્રકોની એન્ટ્રી બેન કરાઈ છે.વધારાની 1000 સીએનજી બસોને દોડાવવામાં આવશે.મેટ્રો અને બસોમાં ઉભા ઉભા મુસાફરી કરવ માટે મંજૂરી માંગવામાં આવી છે.
દિલ્હીમાં વાહનોના પીયુસી સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે અને માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવશે.આ સિવાયના ઉદ્યોગો પર બેન રહેશે.પાણી છાંટવા માટે 371 વોટર ટેન્કરનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગોપાલ રાયે કહ્યુ હતુ કે, માત્ર ભંડોળ ફાળવવાથી આ સમસ્યાનુ સમાધાન નહીં થાય.કેન્દ્ર દ્વારા બીજા રાજ્યોને પણ તાકીદ કરવાની જરુર છે.કેન્દ્રના પર્યાવરણ મંત્રી આ મુદ્દે બેઠક બોલાવવા માટે તૈયાર થઈ રહ્યા નથી.