Western Times News

Gujarati News

દિલ્હી પ્રદુષણને લઇને કેન્દ્રે કેજરીવાલ સરકારને નોટીસ મોકલી

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી રહે છે. પડોસી રાજયના ખેતરોમાં પરાલી સળગાવવી,દિલ્હીના માર્ગો પર વધુ વાહનો ચાલવા ઔદ્યોગિક એકમોમાં સતત થઇ રહેલા નિયમોના ભંગની સ્થિતિ ખાસ કરીને ઠંડીની શરૂઆતના દિવસોમાં સ્થિતિ બગડતી જાય છે.આજે કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને નોટીસ મોકલી પ્રદુષણને ઓછું કરવા માટે ઉપાય કરવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પરાલીનું સળગાવવું બંધ થઇ ગયું છે આમ છતાં દિલ્હીમાં પ્રદુષણનું સ્તર ખુબ ખરાબ છે કયાંક તો હવાની ગુણવત્તાનો સુચકાંક ૩૦૦ અને ૪૦૦ને ઉપર છે જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ૫૦ ટીમો રોજ દિલ્હી એનસીઆરમાં વિવિધ જગ્યાઓ પર જાય છે અને ત્યાં જે ફરિયાદ મળે છે તેને સંબંધિત એજન્સીઓ સુધી પહોંચાડે છે.

જાવડેકરે કહ્યું કે તે ફરિયાદો પર કામ તો થાય છે પરંતુ મોટાભાગ પર કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી આ સ્થિતિને ગંભીરતાને જાેવામાં આવે છે.તેમણે કહ્યું કે આજેે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડે દિલ્હી સરકારને નોટીસ જારી કરી છે. તેમણે કહ્યું કે નોટીસમાં કચરો સળગાવવો કચરાનો નિકાલ ભવન નિર્માણના નિયમોના ભંગ ઔદ્યોગિક વિસ્તારમાં ઉડતી ધૂળને લઇ ચિંતા વ્યકત કરવામાં આવી છે આ સાથે પ્રદુષણના જે પણ કારણ છે તેના પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે દિલ્હી સરકાર અને તમામ એજન્સીને હરકતમાં આવવું જાેઇએ જયારે પરાલી સળગાવવાનું બંધ થઇ ગયું છે તો પ્રદુષણના અન્ય કારણો પર કાર્યવાહી થવી જાેઇએ તેમણે ઔદ્યોગિક ક્ષેત્રોમાં ટાયર સળગાવવાને લઇને પણ ચિંતા પ્રગટ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.