દિલ્હી ભાજપે કેજરીવાલ સરકારની વિરૂધ્ધ અન્નાનો સાથ માંગ્યો
નવીદિલ્હી, અન્ના હજારે આંદોલનથી નિકળેલી આમ આદમી પાર્ટી (આપ)ની સરકારની વિરૂધ્ધ અવાજ બુલંદ કરવા માટે ભાજપે અન્ના હજારેનો સાથ માંગ્યો છે.સરકાર પર ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક રાજનીતિનો આરોપ લગાવતા દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ તેમને પત્ર લખ્યો છે.તેમણે લખ્યું કે અમે સતત દિલ્હી સરકારના દેશ અને જન વિરોધી નીતિઓની વિરૂધ્ધ લડી રહ્યાં છીએ આવામાં તમને અનુરોધ છે કે દિલ્હી જઇ ભ્રષ્ટાચારની વિરૂધ્ધ અવાજ ઉઠાવે અને આંદોલનમાં અમારો સાથ આપે તેમણે કહ્યું કે દગા સહન કરી રહેલ દિલ્હીના યુવા અને જનસમુદાયને રકાહત આપવા માટે એકવાર ફરીથી અવાજ બુલંદ કરવો પડશે ત્યારે રાજનીતિક શુચિતાની નવી શરૂઆત થશે.
આદેશ ગુપ્તાએ કહ્યું કે વરિષ્ઠ સમાજ સેવી અન્ના હજારે ખુબ સમયથી ભ્રષ્ટાચારની વિરૂધ્ધ લડાઇ રહી રહ્યાં છે અને જનહિતની સમસ્યાઓને લઇ હંમેશા અવાજ બુલંદ કર્યો છે તેમણે અનેક ભ્રષ્ટ નેતાઓને તેમની યોગ્ય જગ્યા બતાવી તેમણે માહિતીના અધિકાર અધિનિયમ માટે પણ જનઆંદોલન કર્યું હતું આ રીતે ૫ એપ્રિલ ૨૦૧૧ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર મિટાવવા માટે જનલોકપાલ વિધેયકની માંગને લઇ તે સમયની સરકારની વિરૂધ્ધ તેમણે આમરણ અનશન કર્યા હતાં આ આંદોલનથી કેટલાક લોકોએ સ્વચ્છ રાજનીતિની વકાલત કરતા આમ આદમી પાર્ટી નામની રાજકીય પાર્ટીની રચના કરી ચુંટણી લડયા અને દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં અરવિંદ કેજરીવાલે ગાદી સંભાળી સરકાર બનતા જ નવા ચહેરા લાવવામાં આવ્યો.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આદેશ ગુપ્તાએ કહ્યું કે ખોટા વચન,ખોટા ઇરાદા અને સાંપ્રદાયિક રાજનીતિના બલે સત્તામાં પુન આવ્યા બાદ દિલ્હીની જનતાએ સરકાર દ્વારા નિયોજિત સાંપ્રદાયિક તોફાનનો દંશ સહન કર્યો છે સરકાર દરેક કોઇ રાષ્ટ્ર વિરોધીના સમર્થનમાં ઉભેલી જાેઇ આ રીત રાજનીતિક ફાડાના નામ પર નકલી કંપનીઓને બનાવવી અને કાળા નાણાંને સફેદ કરવાની મશીન આમ આદમી પાર્ટી બની ગઇ છે. સામાજિક રાજનીતિક અને આર્થિક ભ્રષ્ટાચારના નવો અધ્યાય જાેડયા છે આવી પાર્ટી અને સરકારને હવે દિલ્હીમાં રહેવાનો કોઇ અધિકાર નથી.HS