દિલ્હી: ભાજપ સાંસદ હંસરાજ હંસની ઓફિસ ઉપર ફાયરિંગ
નવી દિલ્હી, રાજધાની દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી સાંસદ હંસરાજ હંસની ઓફિસ બહાર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું. મળતી વિગત મુજબ ભાજપ સાંસદના રોહિણી સ્થિત ઓફિસ બહાર ગોળીબાર કરીને અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા છે. જોકે ગોળી કોઈને વાગી નથી અને ન તો કોઈને ઇજા પહોંચી છે. ગોળીબાર થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવાયો હતો. અને ભાગદોડ મચી ગઈ હતી. જો કે પોલિસે તરત જ આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પુછપરછ શરૂ કરી દીધી હતી. કયા કારણોસર તેણે ફાયરીંગ કર્યુ હતું તે હજુ જાણી શકાયું નથી.