દિલ્હી મધ્યપ્રદેશ યુપી સહિત છ રાજયોમાં ભીષણ ઠંડીની આગાહી
નવીદિલ્હી, દેશના અનેક હિસ્સામાં ગત કેટલાક દિવોસથી શીતલહેર ચાલી રહી છે ભારીય મૌસમ વિભાગ અનુસાર ઉત્તર ભારતમાં ૩૧ ડિસેમ્બરથી રાતના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડો જાેવા મળી શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર શીતલહેરમાં બે જાન્યુઆરીથી કમી આવવાની સંભાવના છે જેને જાેતા વિભાગે રાજયો માટે એડવાયઝરી પણ જારી કરી છે.વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ ઉત્તર પશ્ચિમી ભારતમાં ન્યુનતમ તાપમાન ૩-૫ ડિગ્રી સેલ્સિયસ નીચે આવી શકે છે ત્યારબાદ તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધશે ૩૦-૩૧ ડિસેમ્બરે બિહાર ઝારખંડ ગાંગેય પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક સ્થાનો પર શીતસહેરની સંભાવના છે રાજયો માટે ઓરેંજ ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી અને ઉત્તરી રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં હાડ કંપાવી દે તેવી શીતલહર ચાલી શકે છે. ૩૧ ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી હિમાચલ ઉત્તરાખડ અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલું રહે તેવી સંભાવના છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા અને હિમાલય તરફથી તેજ ઠંડી ઉત્તરી હવાઓના પ્રભાવથી રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ધટાડો નોંધાયો છે. રાજયના અનેક વિસ્તાર શીતલહેરની ચપેટમાં આવી ગયા છે.
માઉન્ટ આહુમાં માઇન્સ ૦.૨ ડિગ્રી સેલ્સિયસ ચુરૂમાં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ,ભીલવાડામાં એક ડિગ્રી,રિલાની ચિતૌડગઢમાં ૨-૨ સીકર શ્રીગંગાનગરમાં ૩-૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે જયારે જમ્મુ કાશ્મીરના ઉચાઇવાળા અનેક વિસ્તારોમાં બરફવર્ષા થઇ છે.જયારે સમગ્ર ઘાટીમાં ન્યુનતમ તાપમાનમાં સુધારો થવાથી લોકોને ઠંડીથી રાહત મળી છે. ઉત્તર કાષ્મીરના ગુલબર્ગમાં બે ઇચ બરફવર્ષા રેકોર્ડ કરવામાં આવી જયારે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં અને મધ્ય કાશ્મીરના સોનમર્ગમાં એક એક ઇચ હિમપાત નોંધાયો હતો.HS