Western Times News

Gujarati News

દિલ્હી મહારાષ્ટ્ર સહિત અને રાજયોમાં રસીનો ટોકસ ખતમ થતા વેકસીનેશન અટકયું

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દેશમાં તેજીથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ભારત સૌથી વધુ વેકસીનનો ડોઝ આપનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો પરંતુ હવે વેકસીનની કમી એકવાર ફરી રસીકરણ અભિયાન પર ગ્રહણ બનતુ નજરે પડી રહ્યું છે દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજયોએ વેકસીનનો સ્ટોક ખતમ થવાની ફરિયાદ કરી છે મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં વેકસીનેશન સેન્ટર બંધ રહેતા રસી લગાવનારા લોકો નિરાશ થઇ ઘરે પાછા ફરી રહ્યાં છે.આવામાં ગંભીર સવાલ એ ઉઠે છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા ટળી જશે

કોરોના વેકસીનને લઇ દિલ્હીમાં એકવાર ફરી ટકરાવની સ્થિતિ જાેવા મળી રહી છે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે વેકસીનનો પુરવઠો દિલ્હીમાં લગભગ ખતમ થઇ ગયો છે. બે દિવસથી મોટાભાગના વેકસીનેશન સેન્ટરમાં વેકસીન લાગી નથી જયાં સુધી કવોટા આવે નહીં ત્યાં સુધી વેકસીનેશન રોકવું પડશે
કોંગ્રેસ શાસિત રાજય પંજાબમાં પણ વેકસીનની કમી જાેવા મળી રહી છે. પંજાબમાં કોવિશીલ્ડ રસની કમી થઇ ગઇ છે

જયારે કોવાકિસનની ૧,૧૨,૮૨૧ ડોઝ બચ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર પાસે વધુ વેકસીન ઉપલબ્ધ કરાવવાની માંગ દોહરાવાઇ છે જેથી આગામી બે મહીનામાં ૧૮થી ૪૫ વર્ષની ઉમરના તમામ વ્યક્તિઓને રસી આપી શકાય મહારાષ્ટ્રના નાગપુરમાં પણ વેકસીનની કમીને કારણે અનેક વેકસીનેશન સેટર બંધ છે વેકસીન લગાવનારા લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહી વેકસીનની રાહ જાેઇ વેકસીન લગાવ્યા વિના નિરાશ થઇ ધરે પાછા ફરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં કોવિડ ૧૯ વેકસીનની ભારે કમીને જાેતા મમતા સરકારે તમામ જીલ્લા અને સરકારી હોસ્પિટલોને ઉપલબ્ધ વેકસીનના ઓછામાં ઓછા ૫૦ ટકા સ્ટોક બીજા ડોઝ માટે અનામત કરવાનો નિર્દેશ આપ્યો છે.

એક અધિકારીએ કહ્યું કે વેકસીનની ભારે કમીને જાેતા બીજાે ડોઝ પ્રાથમિકતાને આધાર પર લગાવવામાં આવશે તેમણે કહ્યું કે અમારી પાસે માત્ર છ લાખ વેકસીનના ડોઝ બચ્યા છે જયારે બીજા ડોઝ માટે લગભગ ચાર લાખ ડોઝ જાેઇએ ઝારખંડમાં કોરોના વેકસીનનો સ્ટોક લગભગ પુરો થઇ ગયો છે.આવામાં રાજયમાં રસીકરણ લગભગ ઠપ્પ થઇ ગયું છે

જે જીલ્લાની પાસે કેટલીક વેકસીન બચી છે તેનાથી જ વેકસીન થઇ શકશે ઝારખંડના નોડલ અધિકારીએ કહ્યું કે અમારી પાસે ૮૨૬૫૨ ડોઝ વેકસીન બચી હતી જે જીલ્લામાં રસીકરણ થયા બાદ લગભગ સમાપ્ત થઇ ગઇ રાજસ્થાનના પાટનગર જયપુરમાં વેકસીન ખતમ થઇ ગઇ છે. આથી રસીકરણ કેન્દ્ર ખુલી શકતા નથી પ્રદેશના અન્ય જીલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. રાજયના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે જાે કેન્દ્ર સરકાર નિયમિત રીતે રસી ઉપલબ્ધ કરાવે તો પ્રદેશના લોકોને સમય પર વેકસીન લાગી જશે અને કોરોનાની ત્રીજી લહેરનો ખતરો રહેશે નહીં. કર્ણાટકમાં પણ કોવિડનો ભંડાર નથી ગુજરાતમાં પણ વેકસીનની કમીને કારણે વેકસીનેશન સેન્ટર વીરાન પડયા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.