દિલ્હી વિશ્વ વિદ્યાલયના સેંટ સ્ટીફંસ કોલેજમાં ૧૩ છાત્ર કોરોના સંક્રમિત

નવીદિલ્હી: દિલ્હી વિશ્વ વિદ્યાલયના સેંટ સ્ટીફંસ કોલેજમાં ૧૩ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જણાતા સનસનાટી મચી ગઇ છે. કોલેજ પ્રશાસને સાવધાની માટે હવે કડક કોવિડ ૧૯ પ્રોટોકોલને લાગુ કર્યું છે અને પોતાના ફેકલ્ટીથી કહ્યું છે કે જયાં સુધી સ્થિતિ સારી ન થઇ જાય ત્યાં સુધી કોલેજમાં આવવાથી બચવામાં આવે
કોલેજે એ પણ કહ્યું છે કે જયાં સુધી મંજુરી પ્રિંસિપલ દ્વારા આપવામાં આવે નહીં કોઇ પણ કોલેજની અંદર પ્રવેશ કરશે નહીં જાે કે સુરક્ષા કાઉટર પર યોગ્ય પ્રક્રિયા પુરી કર્યા બાદ જરૂરી અને નિયમિત કામ કરનારાને તેેની મંજુરી હશે કોલેજના પ્રિસિપલ જાેન કે વર્ગીજે કહ્યું કે ૧૩ છાત્ર કોવિડથી સંક્રમિત જણાયા છે ડીન ઓફિસે કોવિડ પ્રોટોકોલ અનુસાર હવે તમામ છાત્રો માટે આઇસોલેશન અને સોશલ ડિસ્ટેસિંગ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક અને કડક પગલા ઉઠાવ્યા છે. આ સાથે જ વર્ગીજે કહ્યું કે કોલેજમાં આવવા માટે નિર્ધારિત ફેકલ્ટીને જયાં સુધી સ્થિતિમાં સુધારની કોઇ માહિતી આપવામાં આવી નહીં ત્યાં સુધી તેમને કોલોજ આવવાથી રોકી શકાય છે ગભરાવવાની કોઇ વાત નથી અને મહેરબાની કરી સ્થિતિમાં સુધારો અને આગળની કાર્યવાહીની રાહ જાેવે
સેંટ સ્ટીફંસ કોલેજના કેટલાક સભ્યોને શંકા છે કે તાજેતરમાં છાત્રોના એક ગ્રુપ જેમાં હોસ્ટેલમાં રહેનારા કેટલાક છાત્ર પણ સામેલ હતાં ડલહૌજી ટ્રીપ પર ગયા હતાં ત્યારબાદ પાછા આવવા પર તેમાાંથી કેટલાક છાત્રા કોરોના પોઝીટીવ જણાયા છે. કોલેજના એક સભ્યે નામ નહીં આપવાની શરતે કહ્યું કે હોસ્ટલના લગભગ બે ડઝન છાત્ર ૩૧ માર્ચે હોસ્ટલમાં યાત્રાથી પાછા ફર્યા અને તેમાં લક્ષણ જાેવા મળ્યા બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પાટનગરમાં કોવિડના લગભગ ૩,૬૦૦ નવા મામલા સામે આવ્યા છે જયારે ૧૪ વધુ દર્દીઓના મોત નિપજયા છે. દિલ્હી સરકારે કહ્યું છે કે રાજધાનીમાં સંક્રમણની ચોથી લહેર ચાલી રહી છે. જાે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે કોરોનાના કેસો અટકાવવા માટે તમામ સ્તર પર કામ ચાલી રહ્યું છે અને હાલમાં દિલ્હીમાં લોકડાઉન રાખવાની કોઇ યોજના બનાવવામાં આવી રહી નથી તેમણે નાગરિકોને ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ પણ કરી હતી.