દિલ્હી સહિત અલગ-અલગ ત્રણ રાજ્યોમાં ભૂંકપના આંચકા
નવી દિલ્હી: કડકડથી ઠંડીમાં જ્યારે ઊંઘ વધારે લાંબી થઈ જાય છે ત્યારે આવામાં ભૂકંપના આંચકાએ પાછલી રાત્રે લોકોને વધારે ધ્રૂજાવી દીધા હતા. પાછલી રાત્રે આવેલા ભૂકંપના આંચકા મોટા હોવાના કારણે લોકો રસ્તાઓ પર દોડી આવ્યા હતા. માત્ર દિલ્હી જ નહીં ગાઝિયાબાદ અને રાજસ્થાન તથા મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી-એનસીઆરમાં લગભગ ૧૧.૪૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો આંચકા અનુભવીને ઘરોની બહાર નીકળી ગયા હતા. શુરઆતની જાણકારી પ્રમાણે ભૂકંપની તિવ્રતા ૪.૨ જણાવાઈ રહી છે.
ભૂકંપનું કેન્દ્ર ગુરુગ્રામથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં બતાવી રહ્યું છે. આ પહેલા ૨ ડિસેમ્બરે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના સીકર જિલ્લામાં પણ ગુરુવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
હવામાન વિભાગને મળેલી વિગતો પ્રમાણે ભૂકંપની તીવ્રતા ૩.૦ રિએક્ટર મપાઈ હતી. આ સંબંધમાં ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયએ રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રએ પણ પૃષ્ટિ કરી છે. મળતી વિગતો પ્રમાણે ભૂકંપનું લેટિટ્યુડ નોર્થ સાઈડમાં ૨૭.૪૦ અને લોંગિટ્યુડ ઈસ્ટ તરફ ૭૫.૪૩ માપવામાં આવ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ગુરુવારે રાત્રે મોઈરંગમાં મણિપુરની નજીક રિક્ટર સ્લેક પર ભૂકંપનો આંચકાો ૩.૨ની તીવ્રતાનો નોંધાયો હતો. એજન્સી મુજબ ભૂકંપનું કેન્દ્ર મોઈરંગથી ૩૮ કિલોમીટર દક્ષિણમાં હતું. ભૂંકપ ભારતીય સમય પ્રમાણે ૧૦.૦૩ વાગ્યે જમીનથી ૩૬ કિલોમીટર ઊંડો હતો. ભારતીય ઉપખંડમાં વિનાશકારી ભૂકંપ આવ્યા રહ્યા છે. ૨૦૦૧માં ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.
ભારતમાં લગભગ ૪૭ કિલોમીટર પ્રતિ વર્ષની ગતિથી એશિયા સાથે ટકરાય છે. ટેક્ટોનિક પ્લેટોમાં ટક્કરના કારણે જ ભારતીય ઉપખંડોમાં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. જાેકે, ભૂજળમાં ઘટાડાના કારણે ટેક્ટોનિક પ્લેટોની ગતિમાં ઘટાડો થયો છે.