દિલ્હી હિંસાઃ કપિલ મિશ્રા હોય કે અન્ય કોઇ સખ્ત કાર્યવાહી કરવામાં આવેઃ ગૌતમ ગંભીર
નવીદિલ્હી, દિલ્હી હિંસા કેસમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે કોઇ ફરક પડતો નથી કે તેઓ વ્યક્તિ કોણ છે, પછી તે કપિલ મિશ્રા હોય કે બીજું કોઇ, કોઇપણ પાર્ટીથી સંબંધિત હોય, જો તેમને કોઇ ભડકાઉ ભાષણ આપ્યું છે તો તેમની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઇએ.
જો કે પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર આજે ભજનપુરા-મૌજપુર હિંસક ઘટનામાં ઘાયલ ડીસીપી અમિત શર્માની હાલચાલ પૂછવા માટે પટપડગંજ મેક્સ હોસ્પિટલ પહોંચ્યા. ઝાફરાબાદ હિંસામાં ડીસીપી અમિત શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ સોમવાર મોડી રાત્રે તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ અમિત શર્માની સ્થિતિ ગંભીર બની છે.આ મુલાકાત બાદ ગંભીરે કહ્યું હતું કે હું કયારેય આ વસ્તુનો સ્વીકાર કરી શકુ નહીં કે કોઇ પણ જઇ લોકોને ઉશ્કેરે.ગંભીરે કહ્યું કે તમે લોકોને ભડકાવીને જતા રહો છે પરંતુ પોલીસ અને તેમના પરિવારના લોકોની બાબતમાં પણ વિચારો ગંભીરે કહ્યું કે જા વર્દીવાળા પર હુમલો થઇ રહ્યો છે તો સામાન્ય જનતા કેવી રીતે સુરક્ષિત અનુભવશે ગૌતમે દિલ્હીના લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે તેમણે કહ્યું કે વાતચીત દ્વારા તમામ સમસ્યાનું સમાધાન નિકળે છે તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અહીં આવ્યા છે આ દરમિયાન આ રીતની ધટના સુનિયોજિત રીતે કરવામાં આવી રહી છે.
૨૨મી જાન્યુઆરીના રોજ શાહીન બાગ બાદ જાફરાબાદ અને ચાંદ બાગમાં રોડ બંધ કરવાની વિરૂદ્ધ રસ્તા પર ઉતરેલા કપિલ મિશ્રાએ ધમકી આપી હતી કે દિલ્હી પોલીસ ત્રણ દિવસની અંદર રસ્તાઓને ખાલી કરાવે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત બાદ પાછા જવા સુધી અમે અહીંથી શાંતિપૂર્વક જઇ રહ્યા છીએ, પરંતુ જો ત્રણ દિવસમાં રસ્તો ખાલી નહીં થાય તો અમે ફરીથી રસ્તા પર ઉતરીશું. ત્યારબાદ અમે દિલ્હી પોલીસનું સાંભળીશું નહીં. કપિલ મિશ્રાના નિવેદન બાદ હિંસા ભડકી ઉઠી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસા ભડકી હતી. ઠેર-ઠેર આગજનની અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી.