દિલ્હી હિંસાના પડઘા, 1 ફેબ્રુઆરીએ સંસદ સુધીની ખેડૂતોની માર્ચ રદ થવાની શક્યતા
નવી દિલ્હી, ટ્રેક્ટર માર્ચ દરમિયાન દિલ્હીમાં ભડકેલી હિંસાના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખેડૂત આંદોલનને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.
આ બધાની વચ્ચે ખેડૂત સંગઠનો દ્વારા 1 ફેબ્રુઆરીએ સંસદ સુધીની માર્ચનુ એલાન પાછુ ખેંચાય તેવી શક્યતા દેખાઈ રહી છે.આ નિર્ણય પર ખેડૂત સંગઠનોની બેઠકમાં ફરી વિચારણા થઈ શકે છે.આ પહેલા ખેડૂત સંગઠનોએ એલાન કર્યુ હતુ કે, 1 ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ સુધી માર્ચ કરશે અને સંસદનો ઘેરાવો કરશે.ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતુ હોય છે.
દરમિયાન દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ આંદોલનને કેવી રીતે આગળ વધારવુ તેના પર ખેડૂતો વિચારણા કરી રહ્યા છે.ખેડૂત માર્ચ દરમિયાન દિલ્હીમાં ઘૂસેલા ખેડૂતોએ ઠેર ઠેર હિંસા આચરી હતી અને જાહેર સંપત્તિની પણ તોડફોડ કરીને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી દીધો હતો.
આ મામલામાં અત્યાર સુધીમાં પોલીસ બે ડઝનથી વધારે એફઆઈઆર દાખલ કરી ચુકી છે.