દિલ્હી હિંસાને લઇ શાહ અને દોભાલ જારદાર રીતે સક્રિય

નવીદિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં જારી હિંસાના દોર વચ્ચે હવે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ જારદાર રીતે સક્રિય થયેલા છે. બંને પળ પળની માહિતી સંબંધિત અધિકારીઓની પાસેથી મેળવી રહ્યા છે. અજિત દોભાલ તો વિવિધ વિસ્તારોમાં રાત્રી ગાળા દરમિયાન ફરીને માહિતી મેળવી લેવાના પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. દોબાળ મંગળવારે રાત્રે સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા વિસ્તારોમાં પહોંચીસ ગયા હતા.
અને સ્થિતીની માહિતી મેળવી હતી. દિલ્હીના જુદા જુદા ભાગોમાં હિંસાના કારણે મોતનો આંકડો વધીને ૨૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. સીએએને લઇને જારી હિંસાના મામલે એફઆઇઆર દાખલ કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ધરપકડનો દોર જારી રહ્યો છે. દરમિયાન હિંસાગ્રસ્ત તમામ વિસ્તારોમાં સ્થિતી ખુબ જ વિસ્ફોટક બનેલી છે. જીટીપીહોસ્પિટલ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા ૨૦ લોકોના મોત થયા છે. ઘાયલ પૈકી કેટલાક ગંભીર છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે કહ્યુ છે કે સેનાને હવે બોલાવવામાં આવે તે જરૂરી છે. પોલીસથી સ્થિતી કાબુમાં આવી રહી નથી.
ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્વોની સામે કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે.દિલ્હીમાં છેલ્લા ચાર દિવસમાંસ્થિતી બેકાબુ બન્યા બાદ દેખો ત્યાંથી ઠાર કરોના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. સુરક્ષા વધારી દેવાઇ છે.