દિલ્હી હિંસાને લઇ શાહ અને દોભાલ જોરદાર રીતે સક્રિય
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલ જુદા જુદા ક્ષેત્રમાં ફર્યા પરિસ્થિતિની સમીક્ષાઃ અધિકારીઓની સાથે ઉચ્ચ બેઠકો
નવીદિલ્હી, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વ્યાપક હિંસામાં ૨૩ લોકોના મોત અને હથિયારો સાથે હિંસા પર ઉતારવાના બનાવો, મૃતદેહ મળી આવવાના સિલસિલા વચ્ચે આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે બેઠકોનો દોર જારી રાખ્યો હતો. અનેક હિંસાગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિની સમીક્ષામાં અજિત દોભાલ પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી હતી. પરિસ્થિતિની સમીક્ષા કરવા અજિત દોભાલ સિલમપુર અને અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે બાજી સંભાળી લીધી છે. દોભાલે ગઇકાલે રાતે પણ વિવિધ વિસ્તારોમાં પહોંચી જઇને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં જારી હિંસાના દોર વચ્ચે હવે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ જારદાર રીતે સક્રિય થયેલા છે. બંને પળ પળની માહિતી સંબંધિત અધિકારીઓની પાસેથી મેળવી રહ્યા છે.
અજિત દોભાલ તો વિવિધ વિસ્તારોમાં રાત્રી ગાળા દરમિયાન ફરીને માહિતી મેળવી લેવાના પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. દોબાળ મંગળવારે રાત્રે સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા વિસ્તારોમાં પહોંચીસ ગયા હતા અને સ્થિતિની માહિતી મેળવી હતી. આજે પણ સિલમપુર સહિતના વિસ્તારોમાં પહોંચીને લોકો સાથે વાતચીત કરી હતી. દિલ્હીના જુદા જુદા ભાગોમાં હિંસાના કારણે મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૩૦૦ ઉપર પહોંચી ગઇ છે. સીએએને લઇને જારી હિંસાના મામલે એફઆઇઆર દાખલ કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ધરપકડનો દોર જારી રહ્યો છે. દરમિયાન હિંસાગ્રસ્ત તમામ વિસ્તારોમાં સ્થિતિ ખુબ જ વિસ્ફોટક બનેલી છે. જીટીપી હોસ્પિટલનાં પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા ૨૩ લોકોના મોત થયા છે. ઘાયલ પૈકી કેટલાક ગંભીર છે.