દિલ્હી : 40થી વધુ સ્ટેશનો ઉપર ઇલેક્ટ્રિક વાહન મફતમાં ચાર્જ કરી શકાશે

નવી દિલ્હી, દિલ્હીના લોકો 1 જૂનથી 40થી વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશનો પર બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પોતાનું ઇલેક્ટ્રિક વાહન મફતમાં ચાર્જ કરી શકશે.
દિલ્હીમાં રહેતા લોકોને 1 જૂનથી એક ભેટ મળવાની છે. દિલ્હીમાં જે લોકો પાસે ઈલેક્ટ્રીક વાહનો છે તેઓ મફત ચાર્જિંગનો લાભ લઈ શકે છે સરકારે આ માટે 40 હજારથી વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરી છે. દિલ્હીમાં રહેતા લોકો 1 જૂનથી રાષ્ટ્રીય રાજધાનીના 40થી વધુ જાહેર ચાર્જિંગ સ્ટેશનો પર બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી પોતાનું ઇલેક્ટ્રિક વાહન (ઇવી) મફતમાં ચાર્જ કરી શકશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.ઇવી ચાર્જિંગ સ્ટાર્ટઅપ ઇલેક્ટ્રીવા દ્વારા બપોરના સમયે મફતમાં ev ચાર્જ કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે, જેણે ત્રણ નગર નિગમોની ભાગીદારીમાં દિલ્હીમાં 40થી વધુ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરી છે.
આ ઉપરાંત આ ચાર્જિંગ સ્ટેશનો પર સવાર-સાંજ સમયે કાર ચાર્જનો દર પ્રતિ યુનિટ 10 રૂપિયા રાખવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિવાના સંસ્થાપક સુમિત ધનુકાએ જણાવ્યું કે તેમની કંપની દિલ્હીમાં દર ત્રણ કિલોમીટરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવશે.