દિલ્હી-NCRમાં પ્રદુષણ અટકાવવા નવો કાયદો: 5 વર્ષ સુધી જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
નવી દિલ્હી, દિલ્હી-NCRમાં હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે સરકારે એક નવો કાયદો તાત્કાલિક ધોરણે લાગુ કરી દીધો છે. જેના નિયમોનું ઉલ્લંઘન થશે તો પાંચ વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અથવા તો બન્નેની જોગવાઈ છે. જેના માટે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરીને મંજૂરી આપી દીધી છે.
મંત્રાલયે કહ્યું કે, આ વટહુકમને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઈન NCR એન્ડ અજોઈનિન્ગ એરિયાઝ ઓર્ડિનેન્સ 2020 કહેવાશે. જે રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર(NCR) અને તેની આસપાસે આવેલા તમામ ક્ષેત્રમાં લાગુ થશે. જે એક વખતમાં જ લાગું થશે. બુધવારે રાષ્ટ્રપતિએ વટહુકમ પર હસ્તાક્ષર કરી દીધા છે.
કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવશે, જેમાં 20 સભ્ય હશે. મંત્રાલયે કહ્યું કે, કમિશન તરફથી જાહેર કરવામાં આવેલા કોઈ આદેશ અથવા જોગવાઈનું ઉલ્લંઘન દંડનીય ગુનો હશે અને પાંચ વર્ષ સુધી જેલ અથવા 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સજા આપવામાં આવી શકાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર મોડી રાતે જાહેર કરાયેલા વટહુકમ ફાર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઈન નેશનલ કેપિટલ રિઝન એન્ડ એડજારનિગ એરિયા 2020માં ભૂરેલાલના નેતૃત્વ વાળી ઓથોરિટી ઈપકાને ખતમ કરીને નવું કમિશન બનાવવાની વાત કરવામાં આવી છે. કમિશન હેઠળ ત્રણ સબ કમિટિ હશે જેમાં એક પ્રદુષણના સ્ત્રોતોની દેખરેખ અને ઓળખ કરશે. બીજી તેનું નિવારણ લાવવા માટે કાયદાનો અમલ કરશે.ત્રીજી સબ કમિટિ શોધ અને વિકાસના કાર્ય કરશે.