Western Times News

Gujarati News

દિલ્હી-NCRમાં હવા પ્રદૂષણથી ભારે સનસનાટી

નવીદિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હવા પ્રદૂષણને લઇને હાલત કફોડી બની ગઈ છે. વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. હવામાં પ્રદૂષણ બાદ વધતા જતાં ધુમ્મસ દ્વારા હવે એર ટ્રાફિકને પણ પોતાના સકંજામાં લઇ લેવામાં આવતા હાલત કફોડી બની ગઈ છે. વિજિબિલીટી ઘટી જવાના પરિણામ સ્વરુપે હવે દિલ્હીમાં આવતી આશરે ૩૨ ફ્લાઇટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં હળવા વરસાદના પરિણામ સ્વરુપે ચારેબાજુ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.

આની સાથે જ હવામાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦ની સપાટી સતત વધી રહી છે. રવિવારના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પીએમ ૨.૫નું સ્તર ૬૦૦ના આંકડાને પાર કરી ગયો હતો. ઈન્દિરા ગાંધી  ઇન્ટનેશનલ એરપોર્ટ ઓથોરિટીના કહેવા મુજબ ઓછી વિજિબિલીટીના પરિણામ સ્વરુપે ફ્લાઇટ ઓપરેશનમાં પરેશાની આવી રહી છે. હળવા વરસાદ બાદ પ્રદૂષણમાં કોઇ ઘટાડો થયો નથી પરંતુ આનાથી ધુમ્મસની સ્થિતિ  વધારે ખરાબ થઇ ગઇ છે. માર્ગો ઉપર દૂર સુધી કોઇ વસ્તુ દેખાઈ રહી નથી. આજે સવારે ધુમ્મસના પરિણામ સ્વરુપે વાહનોને સવારમાં પણ લાઇટનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે સવારે ૯ વાગ્યાથી લઇને ટર્મિનલ ત્રણ પર ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલી નડી હતી. શ્રેણીબદ્ધ ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હી, નોઇડા, ગુડગાંવ, ફરિદાબાદ અને ગાઝિયાબાદમાં હાલત કફોડી બનેલી છે. આ તમામ જગ્યાઓએ ઇમરજન્સી સ્થિતિ  ખતરનાક સ્થિતિ અને ખુબ ખતરનાક સ્થિતિ સર્જાયેલી છે. વધતા જતા પ્રદૂષણના પરિણામ સ્વરુપે દિલ્હી બાદ આજે નોઇડા અને ગ્રેટર નોઇડાની સ્કુલોને પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં પણ તમામ સ્કુલો હવે પાંચમી નવેમ્બર સુધી બંધ રહેશે.

ખરાબ હવામાનને ધ્યાનમાં લઇને ગૌત્તમ બુદ્ધનગરના ડીએમ દ્વારા પાંચમી નવેમ્બર સુધી સ્કુલોને બંધ રાખવાની જાહેરાત કીરદીધી છે. હવામાન વિભાગની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો દિલ્હી-એનસીઆરમાં આગામી સપ્તાહમાં હવામાન સાનુકુળ રહેશે. આ ગાળા દરમિયાન પ્રદૂષણથી રાહત મળશે. સમગ્ર સપ્તાહ દરમિયાન તીવ્ર પવન પણ ચાલશે. હળવો વરસાદ પણ થશે. દિલ્હીમાં પ્રદૂષણના કારણે હાલત કફોડી બનેલી છે. એરક્વોલિટી ૬૨૫ ઉપર રહી છે.

Before
After Airpollution in Delhi

આજે સવારમાં ૧૦ વાગે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ૬.૨૫ રહ્યો હતો. ધીરપુરમાં ૫૦૯ અને દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં ૫૯૧નો આંકડો રહ્યો હતો. દિલ્હીના લોકપ્રિય ચાંદનીચોક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ૪૩૨નો રહ્યો હતો. તમામ સરકારી અને ખાનગી સ્કુલોને ચોથી નવેમ્બર સુધી બંધ કરી દેવાઈ છે. દિવાળી બાદથી એર ક્વોલિટીની હાલત ખરાબ થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.