Western Times News

Gujarati News

દિવાલ પર લખાણ કરી શકાશે નહીં, પોસ્ટર ચોંટાડી શકાશે નહીં

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાતથા અમદાવાદ જિલ્લા/ તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ યોજાનાર છે.

ખાનગી મિલકતોને ચૂંટણીપ્રચારના સાહિત્યથી વિકૃત થતી અટકાવવી જરૂરી છે. જેથી ખાનગી મિલકત તેના માલિક કબજો ધરાવનારની પરવાનગી વગર ઉપયોગમાં લેવાં પર પ્રતિબંધ કરવાનું મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે જરૂરી છે;

અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટેફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

અમદાવાદ જિલ્લાના જિલ્લા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, કબજો ધરાવનારનારની સ્વેચ્છિક લેખિત પરવાનગી મેળવી અલ્પકાલીન અને સરળતાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સાધનસામગ્રી જેવી કે, બેનર્સ, ધ્વજ વગેરે ખાનગી મકાનોમાં મૂકી શકાશે. અગાઉ સ્વૈચ્છાએ આપેલ પરવાનગી મેળવેલી હોવી જોઈએ અને તે પરવાનગી કોઈ દબાણ અથવા ધમકીથી અથવા બળજબરીથી લીધેલી હોવી જોઈએ નહીં.

આવા બેનર્સ અથવા ધ્વજ બીજાઓ માટે ઉપદ્રવ ન બનવાં જોઈએ એટલે કે, રાહદારીઓ, વાહનચાલકો વગેરે અકસ્માતનો ભોગ બને તેવી જગ્યાએ પ્રદર્શિત કરી શકાશે. આ સંબંધે લેખિતમાં મેળવેલી પરવાનગી ફોટો કોપી આ સાથે નિયત નમૂના પરિશિષ્ટ-૨ માં ત્રણ દિવસની અંદર સંબંધકર્તા ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીને રજૂ કરશે.

આવી બાબતમાં પત્રકમાં આ હેતુ માટે કરેલ અથવા કરવાના થતા ખર્ચ સાથે જેની પાસેથી પરવાનગી મેળવી હોય તે મિલકતના નામ અને સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવું.  આવા લખાણ/ નિદર્શનમાંકંઈપણ ઉશ્કેરણીજનક અથવા કોમો વચ્ચે ઉત્પન્ન થાય તેવું કંઈ પણ હોય તો તે માન્ય રાખવામાં આવશે નહીં અને આ વાંધાજનક લખાણ નિદર્શન સંબંધકર્તા ઉમેદવારોના ખર્ચે દૂર કરવાની કાર્યવાહી પાત્ર થશે.

દિવાલ પર લખાણ કરી શકાશે નહીં. પોસ્ટર ચોંટાડી શકાશે નહીં અને આના જેવા જ અન્ય કાયમી/ હંગામી નુકસાન જે સરળતાથી કાઢી શકાય તેમ ન હોય તેવું કરી શકાશે નહીં.

આ ફરમાન હુકમની તારીખથી અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લા તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.આ હુકમઅમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ જિલ્લા/તાલુકા પંચાયતો અને વિરમગામ, ધોળકા તથા બારેજા નગરપાલિકાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદના જાહેરનામામાં ફરમાવાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.