દિવાળીએ સરયૂના ૨૪ ઘાટ પર છ લાખ દીપ પ્રગટાવાશે
લખનઉ, ભગવાન રામની નગરી અયોધ્યામાં આશરે પાંચ સદી બાદ દિવાળી પર ભવ્ય દીપોત્સવનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. યોગી આદિત્યનાથની સરકાર આ વર્ષે અહીં દીપોત્સવને વિશ્વસ્તરે ઓળખ આપવાની તૈયારી કરી રહી છે. કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એન સીએમ યોગી ૧૩ નવેમ્બરે અયોધ્યામાં ભવ્ય દીપોત્સપમાં હિસ્સો લેશે.
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અયોધ્યાની દિવાળી ઐતિહાસિક દિવાળી હશે. જેનુ મુખ્ય કારણ છે કે, આશરે પાંચસો વર્ષ બાદ શ્રીરામની જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્ય શરુ થયા પછી પહેલી વાર દીપોત્સવ યોજાઇ રહ્યો છે. જે કરોડો શ્રદ્ધાળુઓનું સપનુ છે. પાંચસો વર્ષ પૂર્વે ૧૫૨૭માં મુગલ સુબેદાર મીરબાંકીએ અયોધ્યા જન્મભૂમિ પર કબજો કર્યો હતો.
અયોધ્યામાં ૧૧થી૧૩ નવેમ્બરે સુધી આયોજીત દીપોત્સવની દરેક નાની મોટી તૈયારી પર યોગી આદિત્યનાથ ધ્યાન આપી રહ્યા છે. આ તેમનો ચોથો દીપોત્સવ છે. આ પહેલા શ્રીરામ જન્મભૂમિ પર દીપ પ્રગટ્યા ન હતા. અયોધ્યાના આ વર્ષે યોજાનારા દીપોત્સવની ખાસ બાબત એ છે કે, સરયૂ નદીના ૨૪ ઘાટ પર છ લાખ દીપ પ્રગટાવાશે. જે એક વિશ્વ રેકોર્ડ પણ બને એવી સંભાવના છે.SSS