દિવાળીના તહેવારોમાં તસ્કરોને રોકવા પોલીસનો ‘એક્શન પ્લાન’
સોસાયટીના વોચમેન ઉંઘતા ઝડપાશે તો તેમને ઠપકો આપીને સપર્ક રહેવા માટેનું સૂચન કરવામાં આવશે.
સોસાયટીના ચેરમેન-સેક્રેટરી સાથે પોલીસ મિટિંગનું આયોજન કરશે- સિક્યોરિટીને એલર્ટ રહેવા સૂચના અને તાલીમ પણ આપશે- લોકોમાં જાગૃતિ આવે તે માટે સોશિયલ મીડિયામાં ઘરને તસ્કરોથી કેવી રીતે બચાવી શકાયતેની ટિપ્સ પણ આપશે
અમદાવાદ, દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુનેગારો બેફામ થઈ ગયા છે, જેમને રોકવા માટે પોલીસે અલગ અલગ એક્શન પ્લાન બનાવી દીધા છે. હાલ પોલીસ બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને તસ્કરોઅથી બચાવી રહીછે અને જેમ જેમ દિવાળીના તહેવારો નજકી આવશે
તેમ તેમ લોકોના ઘરને તસ્કરોથી બચાવવા મટો એક્શન પ્લાન અમલી બનાવશે. કાળી ચૌદસના દિવસે ગુનાખોરીની દુનિયામાં એક અજીબ પરંપરા છે, જેમાં તસ્કરો ચીરી, લૂંટ કરી ગુનાની બોણી કરે છે. તસ્કરો કોઈપણ હિસાબે કાળી ચૌદશના દિવસે નાની-મોટી ચોરી કે લૂંટ કરીને બોણી કરી લેતા હોય છે, જેની સામે પોલીસ સજ્જ છે.
દિવાળીના તહેવારોમાં તસ્કરો અને પોલી વચ્ચે એક હરિફાઈ જાેવા મળે છે, જેમાં કેટલીક જગ્યાએ તસ્કરો સફળ રહે છે તો કેટલીક જગ્યા પર પોલીસ સફળ રહે છે. ગુનાખોરીની દુનિયામાં કાળી ચૌદશની રાત્રે ચોરી કરી શુકન કરવામા આવે છે, જેથી આકાશ-પાતાળ એક કરી રીઢા તસ્કરો શુકન સાચવવા તેમજ બોણી માટે આખી રાત મહેનત કરે છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પોલીસ તસ્કરોના ઈરાદા પાર પડે નહીં તે માટે મેગા એકશન પ્લાન તૈયાર કરી રહી છે.
દિવાળીના મોટાભાગના અમદાવાદીઓ બહારગામ ફરવા જવાનું પસંદ કરતા હોય છે, જેનો ફાયદો તસ્કરો ઉઠાવી લેતા હય છે. પોલીસના એક્શન પ્લાન મુજબ શહરેમાં ચોરીના બનાવો બને નહીં તે માટે સિક્યુરિટી ગાર્ડને સતર્ક અને જાગતા રહેવા માટેની સૂચના આપવામાં આવશે. આ સિવાય સોસાયટી, ફ્લેટ-બંગ્લોઝના ચેરમેન, સેક્રેટરી, ચોકીદારી કરતા સિક્યોરિટી ગાર્ડને રૂબરૂ મળી અનેક પ્રકારના સૂચન કરવાનાં શરૂ કર્યા છે.
આ મામલે સેક્ટર-રના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું છે કે હાલ તો અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ મોલ અને દુકાનોમાં લોકોની સુરક્ષા માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના માર્કેટ પ્લેસ કે જ્યાં લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યાં પોલીસ ખાનગી કપડાં પહેરીને વોચમાં છે.
જ્યારે પોલીસ સતત ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યાં છે. ત્યારે તહેવારોની રજામાં લોકો બહારગામ જતા હોય છે, જેના કારણે તસ્કરો આ મોકાનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને પણ અંજામ આપતા હોય છે. શહેરમાં ચોરીની ઘટનાઓને અટકાવવા માટે પોલીેસ એક અભિયાન શરૂ કરશે, જે અંતર્ગત પોલીસ અધિકરીઓ મોડી રાત્રે દરેક સોસયટીનું નિરીક્ષણ કરવા માટે નીકળશે
અને પોલીસના નિરીક્ષણ દરમિયાન કેટલીક સોસાયટીના વોચમેન ઉંઘતા ઝડપાશે તો તેમને ઠપકો આપીને સપર્ક રહેવા માટેનું સૂચન કરવામાં આવશે. આ સિવાય બહારગામ જતા લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેમના ઘર ઉપર નજર રાખવામાં આવશે. તસ્કરોની નજરથી પોતાના ઘરને કેવી રીતે સુરક્ષિત કરવું તે અંગેની માહિતી પોલીસ સોશિયલ મીડિયા દ્વારા આપશે. આ સિવાય સોસાયટીના સીસીટીવી કેમેરા જાે બંધ હોય તો ફરી ચાલુ કરવા માટેની સૂચના આપવામાં આવશે.
દિવાળીના તહેવારો માણવા માટે લોકો બહારગામ ફરવા માટે જતા હોય છે, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકોએ બહાર ગામ જવાનું ટાળ્યું હતું. આ વખતે કોરોનાનોકહેર લગભગ ઓછો થઈ ગયો છે, જેના કારણે લોકોએ બહારગામ જવાનાં પ્લાનિંગ કરી દીધાં છે. કોરોનાથી કંટાળી ગયેલા લોકો બહારગામ જાય તો તેમના ઘરની સુરક્ષા હવે પોલીસ કરશે. કેટલાક જાગૃત નાગરિકોએ પોતાના ઘરને ચોર ટોળકીથી બચાવવા માટેના પણ પ્લાન કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સોસાયટીની સતર્કતાના કારણે ચડ્ડી-બનિયાનધારી ટોળકીને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. નરોડા વિસ્તારમાં આવેલી વાઈબ્રન્ટ સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરવા માટે ત્રાટકી હતી.
મોઢા પર માસ્ક લગાવી તેમજ ચડ્ડી પહેરીને આ ટોળકી સોસાયટીમાં ચૂપચાપ ઘૂસી હતી અને ફ્લેટમાં ચોરી કરવા માટે દરવાજાે તોડ્યો હતો. સોસાયટીના રહીશો એકાએક જાગી જતાં તસ્કરોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો, જાે કે સોસાયટીના લોકોએ વળતો જવાબ આપતાં તે નાસી ગયા હતા.