દિવાળીના તહેવાર પર વિરમગામ ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન પાઉડરનું વિતરણ કરાયુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/viramgam1-1024x768.jpg)
યુથ ફાઉન્ડેશનના સહયોગથી વિરમગામ તાલુકામાં ૭૯ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન પાઉડર હોર્લીંક્સ આપવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકિયા) રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (એન.ટી.ઇ.પી) અંતર્ગત વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન મળી રહે તેવો પાવડર સંસ્થાના સહયોગથી આપવામાં આવી રહ્યો છે.
દિવાળીના તહેવાર પર વિરમગામ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબીની સારવાર ચાલુ હોય તેવા દર્દીઓને ન્યુટ્રીશન પાઉડર હોર્લીંક્સ યુથ ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકામાં ૭૯ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન પાઉડર હોર્લીંક્સ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.કાર્તિક શાહ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વિરમગામ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા ,શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ અને એસ.ડી.એચ વિરમગામના ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન પાઉડર હોર્લીંક્સ આપવામાં આવ્યો હતો.
ગોરૈયા ખાતે આયોજિત કાર્યક્રમમાં મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણી, આયુષ એમ.ઓ ડૉ.સ્નેહલ પ્રજાપતિ, આયુષ એમ.ઓ ડૉ.પ્રણિકા મોદી, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.