દિવાળીની અનોખી રીતે ખુશીઓની વહેચણી કરતા સર્વ નેતૃત્વના યુવાનો

કડી: કડી સર્વ વિશ્વવિદ્યાલયસલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વારા સમાજના ઉત્થાનનાં સેવાકીય કાર્યો જરૂરતમંદ માટે અવારનવાર કરવામાં આવતા રહે છે જેના ભાગરૂપે દિવાળી નિમિત્તે નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત રેલાવવા એક નાનો પ્રયાસ માનવ સાધના કેન્દ્ર, અમદાવાદ ખાતે કરાયો જેમાં બેગ, પેડ, ચોકલેટ્સ, બીસ્કીટ, રમકડા ભરેલી ૫૦૦ થી વધારે કીટ તૈયાર કરી વહેચણી કરવામાં આવી હતી જેનો લાભ ખુબ મોટી સંખ્યામાં નાનાં ભૂલકાઓએ લીધો હતો.
સમગ્ર કાર્યનો ઉદેશ્ય જરૂરમંદ લોકોને સહાયરૂપ થઇ તેમના ચેહરા દીપાવવાનો અને ખુશી વહેચવાનો હતો જેનું સફળ આયોજન સર્વ નેતૃત્વ, ઓમ ભોલે ટ્રસ્ટ, દેસી જુગાડ, બાલ કૃષ્ણ સેન્ટર વતી પારુલ અત્તરવાલા, નરેન્દ્ર શર્મા, ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
જેને સફળ બનાવવા સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થીઓરજત દિવાન, યશ મકવાણા, ધ્રુવ વ્યાસ, દ્રષ્ટિ ડાભી, વિજેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, જુનાવાડજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ જાસ્મીના, દેનીશા, દિવ્યા, ચાહત, દર્શનાં, પીનલ, હિરલ, મિત્તલ અને શિક્ષકો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી હતી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.