દિવાળીની ભેટ આપવા નરેન્દ્ર મોદી કાશી જઇ શકે છે
વારાણસી, દિવાળી પર પોતાના સંસદીય વિસ્તારની જનતાને ભેટ આપવા માટે ૧૨ નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જઇ શકે છે કોરોના કાળમાં તૈયાર થઇ ચુકેલ ૪૦૦ કરોડના ખર્ચથી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે આ ઉપરાંત લગભગ ૫૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસની પણ તૈયારી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસી પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનું સુચન આપ્યું હતું.તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને દિવાળી પહેલા કાશી આમંત્રિત કરવામાં આવે અને તૈયાર થઇ ચુકેલ પરિયોજનાઓની ભેટ જનતાને અપાવે.
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ જીલ્લા પ્રશાસને પરિયોજનાના લોકાર્પણ અને શિલાન્યાસનો પ્રસ્તાવ શાસનને મોકલ્યો છે. પીએમઓની લીલીઝંડી મળ્યા બાદ પ્રશાસનની તૈયારીમાં લાગશે સુત્રોનું માનવામાં આવે તો લોકાર્પણ અને શિલાન્યાસના પ્રસ્તાવ માટે વર્ચુઅલ માધ્યમનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. ૪૦૧.૯૩ કરોડ રૂપિયાની ૨૬ પરિયોજનાઓ તૈયાર થઇ ચુકી છે.HS