દિવાળીની રજાઓમાં અમદાવાદ શહેર સુમસાન
અમદાવાદ શહેરના ન્યુ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સારંગપુર, જેવા વિસ્તારો રાત દિવસ ધમધમતા જોવા મળતા હોય છે તે હાલમાં દિવાળીની રજાઓ ચાલી રહી હોવાથી સુમસાન ભાસી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે રસ્તાઓ પર પસાર થતાં 15 મિનિટ જેટલો સમય લાગતો હોય છે તે રસ્તેથી સડસડાટ નિકળી જવાય છે. તે હાલમાં રજાઓને કારણે ટ્રાફિક નહીવત થઈ ગયો છે.(તમામ તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડને બાદ કરતાં અમદાવાદના પશ્ચિમના વિસ્તારો બપોરના સમયે પણ સુમસાન થઈ જાય છે.
ઉપરાંત રાયપુર અને આસપાસના વિસ્તારોમાં આવેલા એસ્ટેટો લાભ પાંચમથી ધમધમતા થશે અને કેટલાંક માર્કેટો તો મંદીની અસરને ધ્યાનમાં લઈને સોમવારથી શરૂ થાય તેવુ લાગી રહ્યુ છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશથી આવતાં કારીગરો હાલ દિવાળી વેકેશન બાદ જ અમદાવાદ પાછાં ફરશે તેથી શહેરમાં ટ્રાફિક પણ નહીવત જોવા મળી રહ્યો છે. બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો પણ દેવ દિવાળી બાદ જ પાછાં ફરશે તેવું કેટલાંક કોન્ટ્રાકટરોનું માનવું છે.