દિવાળીનો તહેવાર રંગોળી સાથે
સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કાંકરિયા અને ગાંધીનગર અડાલજ ખાતે અનાથ અને ગરીબ બાળકો દ્વારા રંગોળી ઉત્સવ. દિવાળી અને નવા વર્ષમાં બધાના ઘરે ઘરે દીપ પ્રગટાવાય છે મીઠાઈ ખવડાવાય છે.
ત્યારે જીત પારેખ વધુમાં કહેતા કે અમારી સંસ્થા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા તેમનું ટેલેન્ટ બહાર આવે તે માટે કાંકરિયા ગેટ નંબર ૧ અને અડલજની વાવમાં રંગોળી (સ્પર્ધા)નું આયોજન કર્યું હતું. બાળકોએ રંગોળી દોરી અને તેને અલગ અલગ કલરોથી ભરી અહીની જગ્યાને સુશોભિત કરી દીધી હતી.
અત્યારે કોરોના મહામારીમાં બાળકોએ ડીસ્ટન્સ જાળવી અને માસ્ક,સેનેટાઈઝ સાથે રંગોળી બનાવી હતી જે બાળકોએ રંગોળી બનાવી હતી તે બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. અહિયાં બાળકોને નવાવર્ષની મીઠાઈ અને જમવાનું પણ આપવામાં આવ્યું હતું.
સાથે સાથે કોરોના વોરિયરને રંગોળીના માધ્યમ થી સલામી અને સતત કોરોના મહામારી સામે લડવાની હિમત પૂરી પાડે તેવા આશય થી અને બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે તેમાટે એક પ્રયત્ન કર્યો હતો.