દિવાળીમાં અનલોકમાં પણ ફરવા જવા લોકો રાજી નથી
૨૩ ટકા લોકો ફ્લાઇટ અને ૩૮ ટકા લોકોની કાર અથવા કેબ ટ્રાવેલિંગની યોજના: મોટાભાગે પ્રવાસ ટાળવા ઇચ્છુક
મુંબઇ, દેશભરમાં લોકડાઉન ઘટી રહ્યું છે પણ પર્યટન ઉદ્યોગને ધંધા માટે રાહ જોવી પડે તેમ છે. એક સર્વેની વિગત અનુસાર ૨૦ ટકાથી પણ ઓછા લોકો તહેવારોની સિઝનમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં વેકેશનની મજા માણવા પર્યટન માટે તૈયાર છે. ભારતમાં દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં દશેરા, દુર્ગા પૂજા, દિવાળી સહિતના તહેવારો આવે છે. ઉપરાંત, રજાઓમાં પર્યટન માટે ઇચ્છુક લોકો પણ મુસાફરીની તારીખ નજીક જ બુકિંગ કરાવવા માંગે છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ઓનલાઇન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના જણાવ્યા અનુસાર “કોવિડ-૧૯ને કારણે (સર્વેમાં ભાગ લેનારા) માત્ર ૧૯ ટકા નાગરિકો જ તહેવારોમાં મુસાફરી માટે તૈયાર છે. જેમાં ૨૩ ટકા લોકો ફ્લાઇટ અને ૩૮ ટકા લોકો કાર અથવા કેબ દ્વારા ટ્રાવેલિંગની યોજના ધરાવે છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેનો હેતુ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિમાં કેટલાક લોકો આગામી તહેવારોમાં પર્યટનની યોજના બનાવી રહ્યા છે એ જાણવાનો હતો. સરવેમાં દેશના ૨૩૯ જિલ્લામાંથી ૨૫,૦૦૦ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો ૪૧,૧૩,૮૧૧ના સ્તરે પહોંચ્યો છે અને આ મહામારીમાં ૭૦,૬૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. તહેવારોની સિઝનમાં કેવા પ્રકારની મુસાફરીની યોજના છે એવા પ્રશ્નના જવાબમાં ૬૯ ટકા લોકોએ ઘરે જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ૩ ટકા લોકોએ પર્યટન સ્થળે જવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જ્યારે ૧૩ ટકાએ પરિવાર અને મિત્રો સાથે રહેવાની યોજના હોવાનું જણાવ્યું હતું.SSS