દિવાળીમાં અમદાવાદમાં ઘોડે સવાર પોલીસ પેટ્રોલિંગ કરશે
અમદાવાદ, અમદાવાદમાં દિવાળીને તહેવારોને અનુલક્ષીને સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ્ય સરકારની રાત્રીના ૧૨ વાગ્યા સુધીની નાગરીકો માટેની પરવાનગી યથાવત છે પરંતુ આતંકી સંગઠન ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદને ટાર્ગેટ કરી શકે તેવા ઇન્ટેલીજન્સના ઇનપુટસ પછી રાજ્ય સરકાર પણ સતર્ક છે.
અમદાવાદના સેક્ટર -૧ નાં જાેઈન્ટ પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ પણ નાગરીકો માટે ચોક્કસ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે સાથે પોલીસનો એક્શન પ્લાન પણ જણાવ્યો હતો.
અમદાવાદમાં હવે કોરોના સંક્રમણનું જાેખમ ઓછું થયું છે અને નાગરીકો મુક્ત્ મને દીપાવલીના તહેવારો પરિવાર સાથે ઉજવી શકે તેવો પ્રયાસ રાજ્ય સરકારનો છે.આ વચ્ચે આતંકી હુમલાના ૈંમ્ એલર્ટને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
અમદાવાદના સેકટર-૧ ના સંયુક્ત પોલીસ અધિક્ષક રાજેન્દ્ર અસારીએ એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું કે, યોગ્ય તકેદારીના પગલાં લઈ યોગ્ય આયોજન કરાયુ છે.ભીડભાડ વાળા વિસ્તારમાં સુરક્ષાના તમામ પગલા લેવામાં આવ્યા છે.તો બેંકો,આંગડિયા પેઢીમાં સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવાયા છે ૨૦૦ નાકાબંધીના પોઇન્ટ બનાવાયા છે.ઉપરાંત, ૯૦ PCR વાન, ૭૮ હોક બાઇકનો ઉપયોગ પેટ્રોલિંગમાં કરવામાં આવશે.
સવાર-સાંજ ભીડભાડ વાળા વિસ્તારમાં ૧૩૦ ટિમો ફૂટ પેટ્રોલિંગ કરીકોઈ અનિચ્છનીય ઘટના ના બને તે અંગે સતર્કતા દાખવશે. સમગ્ર તહેવારો દરમિયાન અસામાજિક તત્વો અને ચોર ટોળકી જે ઝડપાઇ તેની પર નજર રખાશે. વધુમાં ઘોડે સવાર પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરાશે.
નાગરીકો માટે હેલ્પ પોઇન્ટ પણ ઉભો કરવામાં આવશે,એટલું જ નહિ હેલ્પ લાઇન નંબર ઈશ્યુ કરવામાં આવશે. પોલીસ વિભાગ તરફથી અપીલ પણ કરવામાં આવી છે કે, જે નાગરિકો વેકેશન માટે જતા હોય તેવા લોકોએ પોલીસને જાણ કરીને જાય, જેથી સોસાયટીઓમાં પેટ્રોલીંગ વધારી શકાય.