દિવાળીમાં કાંકરીયામાં સહેલાણીઓનો ધસારો
દિવાળીનો તહેવારોમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં રહેતા લોકો જે બહારગામ જઈ શક્યા ન હતા તે લોકો દિવાળીની રજાઓમાં કાંકરીયા, અડાલજની વાવ, સરખેજના રોજા તેમજ અન્ય કેટલાંક સ્થળો પર ઉમટી પડ્યા હતા.
કાંકરીયા નજીક પ્રાણીસંગ્રહાલય, ખાણી પીણી બજાર અને અન્ય આકર્ષણો હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.