દિવાળીમાં દારૂની રેલમછેલ થાય એ પહેલા કન્ટેનર ઝડપાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Daru-1-1024x569.jpg)
રાજકોટ, દિવાળીના તહેવારમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય બન્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસ પણ દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી રહી છે. ગઇકાલે શાપર-વેરાવળ પાસે ૧૩.૫૩ લાખના દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.
રાજકોટ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલ.સી.બી. શાખાના સ્ટાફને મળેલ હકિકત આધારે કોટડાસાંગાણી તાલુકાના શાપર વે. ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહન કરી જુનાગઢ તરફ પસાર થનાર કંન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૩૭૩૨ જેની કિં.રૂ. ૧૩.૫૩ તથા કન્ટેનર સાથે મળી કુલ રૂ. ૨૮ લાખ થી વધુનો મુદામાલ સાથે હેમારામ રેખારામ જાણીને ઝડપી લીધો હતો. પકડાયેલ હેમારામએ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યાની અને જૂનાગઢ પહોંચાડવાનો હોવાની કબુલાત આપી હતી.
જૂનાગઢ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મંગાવનારને વ્હોટસએપ કોલ કરવાનો હતો પરંતુ શાપર પાસે જ દારૂનો જથ્થો પકડાઇ ગયો હતો. મહત્વનું છે કે કંટેનરમાં દારૂ ભરવા માટે બે અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા હતા જેમાંથી એક નાનકડું ખાવાનું બનાવી નીચેના વિભાગમાં કે ઉપર ના વિભાગમાં અવર જવર કરી શકાતી હતી.
જેથી કરી પ્રાથમિક તપાસમાં પોલીસ ને શંકા ન જાય પરંતુ બુટલેગરના કીમિયો પણ પોલીસે ના કામ કરી દીધો હતો અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડયો હતો. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે બુટલેગરો અલગ અલગ રીતે અલગ અલગ જગ્યા ઉપર દારૂ કરતા હોય છે. પરંતુ તહેવારો હોવાથી પોલીસ પણ એટલી જ સતર્ક બની ચૂકી છે અને અલગ-અલગ ચેકપોસ્ટ તેમજ જે જગ્યાઓ પર પેટ્રોલિંગ કરી શંકાસ્પદ વાહનો તેમજ માણસોને ચેકિંગ હાથ ધરતા હોય છે.SSS