Western Times News

Gujarati News

દિવાળીમાં સોનાનું ઓછું વેચાણ થયું

નવી દિલ્હી, ઉંચી કિંમતોના પરિણામ સ્વરૂપે આ વખતે  દિવાળીમાં ધનતેરસના પ્રસંગે સોના અને ચાંદી તથા જ્વેલરીના વેચાણમાં ગયા વર્ષ જેટલો ઉત્સાહ દેખાયો નથી. શુક્રવારે સાંજ સુધી ધનતેરસની રોનક દેખાઈ રહી ન હતી. પરંતુ જ્વેલર્સનો જુસ્સો ઓછો દેખાયો ન હતો. તેમનું કહેવુ છે કે, છેલ્લા ચાર પાંચ દિવસથી વેચાણમાં વધારો થઈ રહ્યો છે.

ધનતેરસ ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ૨૦-૨૫ ટકા સુધીનો ઘટાડાે થયો છે. આ શુભ અવસર પર ૪૦ ટન સોનાનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે ૩૦ ટન સુધીનો અંદાજ રહેલો છે. સોનાના ભાવમાં વધારો મુખ્ય કારણ છે. દિવાળીમાં સોના ચાંદીમાં ખાસ કોઈ ઘરાકી દેખાઈ ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.