દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈ રેલવે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

મુંબઈ, આગામી સમયમાં તહેવારોની સીઝન ચાલુ થનાર છે, ત્યારે ટ્રેનથી પોતાના ઘરે જનાર લોકો માટે સૌથી મોટા ખુશખબર મળી રહ્યા છે. ભારતીય રેલવેએ દીવાળી અને છઠ્ઠ પુજા-૨૦૨૧માં થનાર ભીડને જાેતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (એનસીઆર) એ અમુક ટ્રેનોની એક યાદી જાહેર કરી હતી. હવે પશ્ચિમ રેલવેએ પણ આગામી તહેવારોને જાેતા અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ રેલવેએ તેના સત્તાવાર ટિ્વટર પર આ માહિતી આપી છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બાંદ્રા ટર્મિનસ- સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ-મઉ સ્પેશિયલ ટ્રેન, સુરત-કરમાલી ટ્રેન, સુરત-સુબેદારગંજ ટ્રેન અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
આ વિશેષ ટ્રેનો શરૂ થતાં રેલવે મુસાફરોને સુવિધા મળે તેવી અપેક્ષા છે. આ દરમિયાન દોડાવવામાં આવનારી ટ્રેનો આ મુજબ છેઃ ટ્રેન નંબર ૦૯૧૯૧ બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ દર બુધવારે ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે ૨૨.૨૦ કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન ૨૭ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર ૨૦૨૧ સુધી ચાલશે.
ટ્રેન નંબર ૦૯૧૯૩ બાન્દ્રા ટર્મિનસ – મઉ સ્પેશિયલ દર મંગળવારે ૧૦.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને ત્રીજા દિવસે ૯.૦૦ કલાકે મઉ પહોંચશે. આ ટ્રેન ૨૬ ઓક્ટોબરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે.
ટ્રેન નંબર ૦૯૧૮૭- સુરતથી મંગળવારે સાંજે ૭.૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧.૧૦ વાગ્યે કરમાલી પહોંચશે. આ ટ્રેન સુરતથી દર મંગળવારે સાંજે ૭.૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે કરમાલી પહોંચશે.
ટ્રેન નંબર ૦૯૧૧૭ સુરત – સુબેદારગંજ સ્પેશિયલ દર શુક્રવારે સવારે ૬ વાગ્યે સુરતથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૭.૫૦ વાગ્યે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન ૨૨ ઓક્ટોબરથી ૨૬ નવેમ્બર સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૧૯૦૬ અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી દર મંગળવારે ૩.૦૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૧.૫૫ કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૨૬ ઓક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધી ચાલશે.SSS