દિવાળી ગઈ છતા અંકલેશ્વર- રાજપીપલા માર્ગની કામગીરી શરુ નથી થઈ
ભરૂચ: સ્ટેચ્યુ ને જોડતો રાજપીપલા અંકલેશ્વર નો માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી બંધ છે.દિવાળી બાદ કામ ચાલુ થશે એવી ગણતરી પણ ખોટી પડી છે.રાજપારડી સહિતના ઘણા સ્થળોએ ખોદાઇ ગયેલા માર્ગ ના કારણે ધુળના ગોટે ગોટા ઉડતા વાહન ચાલકોના આરોગ્ય ને હાની પહોંચવાની સંભાવના જણાય છે.તાકીદે માર્ગની કામગીરી શરુ કરાય તે જરુરી છે.ઠેર ઠેર માર્ગ ઉખડી ગયો છે.જનતા પરેશાની ભોગવી રહી છે ત્યારે તાકીદે માર્ગ દુરસ્ત કરવા તંત્ર આગળ આવે તે જરુરી છે.