દિવાળી પર આતંકી હુમલાની દહેશતઃ સઘન સલામતી
કલમ ૩૭૦ની નાબૂદી બાદ હચમચી ઉઠેલા આતંકવાદીઓ કોઇપણ નાપાક હરકતને અંજામ આપવા માટે ઇચ્છુક ઃ પેટ્રોલિંગ અને કોમ્બિંગ પ્રક્રિયા તીવ્ર |
નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતી નાપાક હરકતો અને ઘુસણખોરી વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા રહ્યા નથી. પાકિસ્તાન દ્વારા મોટા પાયે ઘુસણખોરોને ઘુસાડી દેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટ વચ્ચે હચમચી ઉઠેલા ત્રાસવાદી કેટલાક હુમલાને અંજામ આપી શકે છે.આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત બનેલી છે. નવેસરના ગુપ્ત હેવાલ બાદ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલના મહિનામાં કાશ્મીરમાં તમામ ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. તેમના લીડરોને ઠાર કરાયા છે. તેમની કમર તોડી નાંખવામાં આવી છે. આવી સ્થિતિમાં ત્રાસવાદીઓ તેમની હાજરીને પુરવાર કરવા એકબે હુમલાને અંજામ આપી શકે છે. આવી સ્થિતિમાં હુમલાના ખતરાને નકારી શકાય નહી.
પાકિસ્તાન ભારતમાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચાડી દેવાના પ્રયાસ કરી શકે છે. જેથી આ વખતે ખાસ તકેદારી રાખવા માટેની સુચના પહેલાથી જ આપવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન ત્રાસવાદી હુમલાની શક્યતાને નકારી શકાય નહી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. માહોલને વધુ ખરાબ કરવાના હેતુથી હુમલાને અંજામ આપવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. ત્રાસવાદી પ્રવૃતિની અવગણના કરી શકાય નહી. જેથી એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. તહેવાર દરમિયાન ત્રાસવાદી હુમલાની શક્યતા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા જાણકાર પોલીસ અધિકારીઓ અને ઇન્ટેલિજન્સ સંસ્થાઓએ કહ્યું હતું કે શક્યતા રહેલી છે.
દેશમાં દિવાળીતહેવારની સિઝન દરમિયાન કોમવાદીરીતે સંવેદનશીલ રહેલા સ્થળો અને પુજાના સ્થળોની સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ રાજ્યોને કોઇ સુચના કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા અધિકારીઓએ કહ્યુ છે કે આવી સુચના સરકારને મળતી માહિતીના આધારે સમય સમય પર જારી કરવામાં આવે છે. અમે નિયમિત એલર્ટની જાહેરાત કરતા હોઇએ છીએ. જે કઇ પણ માહિતી મળે છે તે આધારે એલર્ટ જારી કરવામાં આવે છે. સુચનામાં જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં હાલ કોમી હિંસા થઇ ચુકી છે. યોગ્ય સુરક્ષા વ્યવસ્થા તમામ જ્ગ્યાએ ગોઠવી દેવામાં આવી છે. કોમી હિંસાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આને લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. દિવાળી પર તમામ જગ્યાએ વધારે ભીડ જાવા મળે છે .આવી સ્થિતિમાં ત્રાસવાદી સંગઠન પરિસ્થિતિનો લાભ લઇને કોઇ હુમલાને અંજામ આપી શકે છે.
જો કે સુરક્ષા સંસ્થાઓ તમામ પ્રયાસોને નિષ્ફળ કરવા માટે પહેલાથી જ સજ્જ દેખાઇ છે. સુરક્ષા સંસ્થાઓ કોઇ બાબતને હળવાશથી લેવા માટે તૈયાર નથી.સુરક્ષા દળો જમ્મુ કાશ્મીર, દિલ્હી અને અન્ય વિસ્તારોમાં તમામ પગલા લઇ રહી છે. ગુપ્ત રીતે પણ નજર રાખી રહી છે.કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન દ્વારા અનેક ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવી રહ્યા છે.